Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની કરવામાં આવી ઉજવણી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીને લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સાબરકાંઠા પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસને લઈને દેશ સહિત જિલ્લામાં એકતાનો સંદેશ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે જિલ્લા પોલીસ કચેરી ખાતેથી પોલીસ બેન્ડ સાથે રેલી નીકળીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ટાવર ચોક સુધી પરત ફરીને જિલ્લા પોલીસ કચેરી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય એકતા દિવસની રેલીમાં ડીવાયએસપી રીમા ઝાલા, એલસીબી પીઆઇ, એસઓજી પીઆઈ અને પીએસઆઇઓ સહિત વિવિધ વિભાગના પોલીસ કર્મચારીઓએ સાથે મહિલા પોલીસ કર્મીઓ સહિત હોમગાર્ડ અને જીઆરડીના જવાના જોડાયા હતા.જિલ્લા પોલીસ કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસને લઈને શપથ લેવડાવામાં આવ્યા હતા.

Next Story