આજરોજ તા. 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી
હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે અનોખા યોગા
યોગવીરોએ જમીન પર નહીં પરંતુ પાણીમાં યોગ કર્યા
યોગવીરોએ અનોખા યોગાસન કરી લોકોનું ધ્યાન ખેંચ્યું
યોગ પ્રત્યે સ્થાનિકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો
આજરોજ તા. 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે યોગવીરોએ અનોખા યોગાસન કર્યા હતા. જેમાં જમીન પર નહીં પરંતુ પાણીમાં યોગાસન કરી વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.
આજરોજ તા. 21 જૂન એટલે, વિશ્વ યોગ દિવસ... આ દિવસે યોગવીરો વિવિધ પ્રકારના યોગ કરી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે પાણીમાં યોગાસન યોજાયા હતા. આપે સામાન્ય રીતે લોકો જમીન પર યોગ કરતા જોયા હશે. પરંતુ પાણીમાં પણ યોગ શક્ય છે. જોકે, હિંમતનગરના સ્થાનિક યોગવીરો છેલ્લા ઘણા વર્ષોથી પાણીમાં યોગ કરતા હોય છે, ત્યારે આજે વિશ્વ યોગ દિવસની વહેલી સવારે સ્વિમિંગ શીખતા લોકોએ પણ પાણી ભરેલા સ્વિમિંગ પુલમાં યોગ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, અને યોગ પ્રત્યે સ્થાનિકોમાં જાગૃતતા લાવવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.