Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજમાં હવે, જેટકોની પરીક્ષામાં પણ પેપર લીક થયું હોવાનું સામે આવ્યું..!

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્થિત સી.કે.પટેલ કેમ્પસમાં આવેલ ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ દ્વારા લેવાય રહેલ જેટકોની પરીક્ષાનું પેપર લીક થયુ હોવાનું બહાર આવ્યું છે

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્થિત સી.કે.પટેલ કેમ્પસમાં આવેલ ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ દ્વારા લેવાય રહેલ જેટકોની પરીક્ષાનું પેપર લીક થયુ હોવાનું બહાર આવ્યું છે, ત્યારે પેપર લીક મામલે પોલીસે બાયડના વિધાર્થીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના બાકલપુર રોડ પર સી.કે.પટેલ કેમ્પસમાં આવેલ ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ દ્વારા જુનિયર સિવિલ એન્જિનિયર (જેટકો)ની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્ર ખાતે 3 બેચમાં પરીક્ષા યોજાય હતી. એક બેચમાં 120 વિધાર્થીઓ મળી કુલ 3 બેચમાં 360 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, ફરી એકવાર પેપર લીક થયું હોવાનો આપ વિધાર્થી નેતાએ ખુલાસો કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપર લીક મામલે બાયડના વિધાર્થીનું નામ અને કારનો નંબર જાહેર કર્યો હતો. જેથી પરીક્ષા કેન્દ્ર બહાર આ નંબરવાળી કાર પાર્ક કરેલ જોવા મળી હતી. પ્રાંતિજ પોલીસે સ્થળ પર આવી પરીક્ષાર્થી મિત પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે, મીડિયા સમક્ષ મિત પટેલે જણાવ્યુ હતું કે, હું આ બાબતે કઈ જાણતો નથી.

Next Story