સાબરકાંઠા : કાળી ચૌદશની રાત્રીએ સ્મશાનમાં ભક્તિસભર માહોલ સર્જાયો,મહિલા,બાળકો સહિત ગ્રામજનોએ કર્યું પૂજન અર્ચન

સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશને સ્મશાનમાં બાળકો સાથે જઈને ઉજવે છે. અને સ્મશાનમાં દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવે છે.

New Update
  • વડાલીમાં કાળી ચૌદશની ઉજવણી

  • અંધશ્રદ્ધાને દૂર કરતા ગ્રામજનો

  • સ્મશાનમાં સર્જાયો ભક્તિસભર માહોલ

  • સ્મશાનમાં દીપ પ્રાગટ્ય સાથે ઉજવણી

  • માહદેવની આરતી અને વંદના કરવામાં આવી 

સાબરકાંઠાના વડાલી ગામના લોકો કાળી ચૌદશને સ્મશાનમાં બાળકો સાથે જઈને ઉજવે છે. અને સ્મશાનમાં દીવડાઓથી શણગારીને શંકર ભગવાનની આરતી ઉતારી કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવે છે.

સાબરકાંઠાના વડાલી ગામના લોકો માટે કાળી ચૌદશ એટલે પ્રભુ ભક્તિનો અવસરનો માહોલ સર્જાઈ જાય છે, અને ધર્મપ્રિય લોકો પોતાની ભક્તિને સ્મશાનમાં જઈને પ્રગટ કરે છે. બાળકો હોય કે પછી મહિલાઓ આ બધા જ ગામના સ્મશાનમાં રાત્રે એકઠા થાય છે અને ગામના સ્મશાનમાં જઈને તેઓ ગામના સ્મશાનને દીવડાઓથી ઝાકમઝોળ ભર્યું બનાવી દે છે અને ત્યારબાદ ગામના લોકો શંકર ભગવાનની મૂર્તિ સમક્ષ ભેગા થઈને ભગવાનની આરતી ઉતારે છે અને આમ કાળી ચૌદશે ગામના લોકો ભક્તિ મય થઈને કાળી ચૌદશની ભક્તિ પૂર્વક ઉજવણી કરે છે. આમ તો સામાન્ય રીતે કહેવાય છે કે કોઈ મહિલા સ્મશાનમાં પ્રવેશ કરતી નથી,પરંતુ અહીં મહિલાઓ પોતાના બાળકો સાથે સ્મશાનમાં પ્રવેશ કરે છે અને કોઈ પણ અંધશ્રદ્ધા કે ભય વગર ભગવાનની આરતી કરીને કાળી ચૌદશની ઉજવણીકરે છે.

આમ તો કાળી ચૌદશે સ્મશાનનું નામ સાંભળતા જ લોકોને મનમાં અને દિલમાં ફડડાટ વ્યાપી જાય છે કે કાળી ચૌદશ અને એ પણ રાત્રે સ્મશાનની વાત એટલે માન્યામાં કે સ્વિકારવામાં ન આવે તેવી વાત છે,પણ આમ છતાં પણ વડાલી ગામના લોકો માટે હવે ગામનુ સ્મશાનએ એક ભક્તિનુ સ્થળ બની ગયું છે. અને બસ ગામના લોકો આવી જ રીતે કાળી ચૌદશની રાતે અહીં અંધકારમાં સ્મશાનમાં હરખ ભેર આવે છે અને સ્મશાનને ઝાકમઝોળ કરીને આરતી કરી ભક્તિભાવ પ્રાગટ્ય કરે છે.ગામના લોકો માટે આ બાબત મનમાં ડરનો નહી પણ ભક્તિનો પર્યાય બની ગયો છે. છેલ્લા 21 વર્ષથી અહીં આ રીતે સ્મશાનમાં આરતીનું આયોજન કરવામાં આવે છે.

Latest Stories