Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : હિંમતનગરની GMERS ખાતે પીડિયાટ્રીક ડાયાલિસિસ બેડની સુવિધા, 3 બાળ દર્દીઓ લઈ રહ્યા છે સેવાનો લાભ...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ ખાતે પીડિયાટ્રીક ડાયાલિસિસ બેડની સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે,

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ ખાતે પીડિયાટ્રીક ડાયાલિસિસ બેડની સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે, ત્યારે રાજસ્થાનના સાગવાડાની 6 વર્ષિય દિકરી સહિત 3 બાળ દર્દીઓને ડાયાલીસીસની સુવિધા મળતા પરિવારજનોએ આભાર માન્યો છે.

સાબરકાંઠા જિલ્લાની GMERS મેડિકલ કોલેજ જિલ્લાની સાથે સાથે આસપાસના વિસ્તારના લોકો તેમજ અન્ય રાજ્યના લોકો માટે પણ આશીર્વાદરૂપ બની રહી છે. રાજસ્થાનની 6 વર્ષિય ખુશી ડોડિયારને અમદાવાદ હોસ્પિટલથી હિંમતનગર ખાતે ડાયાલીસીસ માટે રિફર કરવામાં આવી હતી. ખુશીના પિતા પંકજ ડોડિયાર જણાવ્યુ હતું કે, તેમની બાળકીને બન્ને કિડની ફેઇલ હોવાથી ડાયલીસીસ માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર કરાવી રહ્યા હતા. રાજસ્થાનના સાગવાડાથી અમદાવાદનું અંતર ખૂબ હોવાથી અને તેમની પરિસ્થિતિ સામાન્ય હોવાથી શક્ય ન હતું. તેથી બાળકીના હિતમાં અમદાવાદ હોસ્પિટલના ડો. કિન્નરીબેન પીડીયાટ્રીક નોરફોલોજિસ્ટે બાળકીને હિંમતનગરની GMERS હોસ્પિટલ ખાતે રીફર કરી હતી. ખુશીને અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસની જરૂરિયાત છે, જેથી તેઓને અહીં ખૂબ જ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હાલ બાળકીનું હિંમતનગર ખાતે ડાયાલીસીસ કરવામાં આવી રહયું છે. અહીંનો સ્ટાફ, ડોક્ટરો ખૂબ જ માનવતા ભરી સંવેદના સાથે દીકરીને ડાયાલીસીસની સેવા આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે 2003થી GMERS મેડિકલ કોલેજ ખાતે ડાયાલીસીસ સેન્ટર કાર્યરત હતું. જેમાં થોડા દિવસ અગાઉ જ વધુ સુવિધા માટે પીડિયાટ્રીક ડાયાલીસીસ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં 3 બાળકો આ ડાયાલીસીસ સેવાનો લાભ લઈ રહ્યા છે. જેમાં રાજસ્થાનથી આવેલી 6 વર્ષીય ખુશી ડોડીયારનો પણ સમાવેશ થાય છે.

Next Story