Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પિયર એજ્યુકેટર કવિઝનો કાર્યક્રમ યોજાયો

જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમવાર હિંમતનગરમાં આઠ તાલુકામાંથી વિજેતા 24 પિયર વચ્ચે યુવા પહેલ ક્વિઝ કાર્યક્રમ યોજાયો હતો.

X

સાબરકાંઠા જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં પ્રથમવાર હિંમતનગરમાં આઠ તાલુકામાંથી વિજેતા 24 પિયર વચ્ચે યુવા પહેલ ક્વિઝ કાર્યક્રમ યોજાયો હતો.

કિશોર, કિશોરીઓમાં એનિમિયા, કુપોષણ, માનસિક સ્વાસ્થ્ય, માસિક દરમિયાનની સ્વચ્છતા, વ્યસનમુકત જીવન જેવા વિવિધ વિષયો પર પિયર એજ્યુકેટર જાણે અને તેમના પિયર ગ્રુપમાં આ અંગેનો સંદેશો તેમના દ્વારા પહોંચે તેવા ઉમદા આશય સાથે સાબરકાંઠા જીલ્લાના આરોગ્ય શાખા દ્વારા યુવા પહેલ કવિઝના માધ્યમનો ઉપયોગ કરી પિયર એજ્યુકેટરો દ્વારા આરોગ્યનો સંદેશો અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેને સારો આવકાર મળ્યો હતો. આ પહેલ પણ ગુજરાતમાં સાબરકાંઠામાં કરવામાં આવી છે. આ કવિઝ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ત્રણ ચરણમાં યોજાઈ હતી. જેમાં 4 થી 7 ડિસેમ્બરે દરમિયાન પ્રથમ ચરણ માં 292 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કક્ષાએ યોજાઈ હતી. જેમાં પ્રથમ ક્રમે આવેલ પિયર એજ્યુકેટરને આઠ તાલુકા કક્ષાએ 21 ડિસેમ્બરના રોજ યોજાયેલ સ્પર્ધામાં રમવા માટે પસંદ કરાવમાં આવેલ જે પૈકી જિલ્લાના આઠ તાલુકની સ્પર્ધામાંથી 24 પિયર એજ્યુકેટરોને પસંદ કરી જિલ્લા કક્ષાએ અલગ અલગ 4 રાઉન્ડની વિવિધ આરોગ્યની રમતો રમાડી તેમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી.

Next Story