New Update
એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત સાબરકાંઠાના ઈડર પાંજરાપોળ દ્વારા કુપોષિત બાળકો માટે સરગવાના ૧૦ હજાર છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી સમગ્ર દેશમાં એક પેડ ર્માં કે નામ ઝુંબેશને ચલાવાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલ જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોળ દ્વારા એક પેડ માઁ કે નામ પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે દસ હજારથી વધુ સરગવાના છોડનું વાવેતર કરાયું છે. આમ તો ઈડરની પાંજરાપોળ સંસ્થા ૮૮૮ એકર જમીન પર પથરાયેલી છે. વર્ષો અગાઉ રાજા રજવાડાઓએ અબોલ જીવોની સેવાચાકરી માટે દાનમાં જમીન આપી હતી અત્યારે અહી સંસ્થામાં સેવાભાવી લોકો લાખ્ખો કરોડો રૂપિયાનું દાન અબોલ જીવોના નિર્વાહ માટે આપે છે જેના થકી અબોલ જીવોનું જીવન નિર્વાહ કરે છે અને જમીનમાં છોડનુ વાવેતર કરી એક પેડ નહિ પરંતુ ૧૦ હજાર વૃક્ષનુંવાવેતર કરી અનોખો સંદેશો આપ્યો છે.સરગવાનાં છોડના પાનનો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે જેમાંથી કુપોષિત બાળકોને પોષક તત્વો મળી રહેશે અને બાળકો તંદુરસ્ત બનશે તેમજ પાંજરાપોળ સંસ્થાને આત્મનિર્ભર બનાવવા પણ મદદરૂપ થશે. આ સ્થળની માતુશ્રી હીરાબા સરગવા વાટિકા નામ અપાયું છે જેનાથી પ્રેરાઈને આવતી કાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે