Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: વડાલી તાલુકામાં મોટા પ્રમાણમાં લીલા શાકભાજીનું વાવેતર,યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી

એક તરફ વરસાદ ખેચાતા ખેડૂતો હેરાન પરેશાન છે તો બીજી તરફ ચોમાસામાં ખેડૂતો રોકડીયો પાક તરફ ખેતી કરતા થયા છે

X

એક તરફ વરસાદ ખેચાતા ખેડૂતો હેરાન પરેશાન છે તો બીજી તરફ ચોમાસામાં ખેડૂતો રોકડીયો પાક તરફ ખેતી કરતા થયા છે ત્યારે સાબરકાંઠાના વડાલી તાલુકામાં મોટા પ્રમાણમાં લીલા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે.

ખેડૂતોને ચોમાસુ પાક એટલે ઓછા ખર્ચમાં વાવણી કરેલ પાક તૈયાર થતો હોય છે પણ ગત વર્ષ કરતા ચાલું વર્ષે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે થોડા સમય પહેલા વાવાઝોડુ અને કમોસમી વરસાદના કારણે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડુતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.સાબરકાંઠાના વડાલી તાલુકામાં શાકભાજી માત્ર મોખરે છે તેમાં ભન્ડવાલ ગામ અને આજુબાજુના વિસ્તારમાં વાલોળની શાકભાજી મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવતી હોય છે.આ વાલોળની ખેતી માટે સૌ પ્રથમ મોડવા બનાવવા પડતાં હોય છે તેનો મોટો ખર્ચ ત્યારબાદ વાવેલ વાલોળના વેલાની માવજત, પિયત, દવાઓ, મજૂરો, લાઇટબીલ, વાલોળ વીણવા નો ખર્ચ, ડીઝલ, અને ટ્રાન્સપોર્ટેશન, જો આ ખર્ચ બાદ કરવામાં આવે તો તે ખર્ચનો આંકડો એક કિલોએ 3 થી 4 રૂપિયા જેટલો ખર્ચ અંદાજિત આવતો હોય છે જે ગત વર્ષે વાલોળ પાપડીનું પાઉચ એટલે 20 કિલોનું પેકિંગ જે બજાર ભાવ 800 થી 1000 રૂપિયાનો હતો તેથી જે કિલો દીઠ 40 થી 80 રૂપિયા જે ખર્ચ બાદ કરતાં ત્રણ મહિનાની મહેનતનું સારું ઉપજ દેખાતી હતી તેથી આ વર્ષે સારી ઉપજ લેવા માટે વાલોળ પાપડી ની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવી છે જે આ વર્ષે માર્કેટ ના હોલસેલ ભાવ ગગડી જતાં હવે ખેડૂતો ને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જે હાલમાં વાલોળ પાપડી 20 કિલો પાઉચ નો ભાવ 80 થી 100 રૂપિયા ભાવ મળતો થયો છે હજી તો પાક ની શરૂઆત થતા આ હાલ છે તો હજી પાક વધારે નીકળશે તો કેટલા ગગડશે હાલનો જે ભાવ છે તે કિલોદીઠ 4 થી 5 રૂપિયા હોલસેલ ભાવ જે ખર્ચ બાદ કરતા માત્ર 3 થી 4 ખર્ચ બાદ કરવામાં આવે તો એક મણ એટલે 20કિલોના પાઉચ પાછળ માત્ર 20 રૂપિયા મળતા થતા હવે ખેડુતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે.

Next Story