/connect-gujarat/media/post_banners/11ac455318c11a18653fcab8c3700930252247a9114447d0884e92af1099c869.jpg)
અયોધ્યા રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર કોઈ વ્યક્તિ કોઈપણ જાતની વાંધાજનક પોસ્ટ ન કરે તેના પર બાજ નજર રાખી રહી છે.
તા. 22 જાન્યુઆરીએ રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ પણ અયોધ્યા મુદ્દે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની વાંધાજનક પોસ્ટ ન કરે તેના પર બાજ નજર રાખી રહી છે. છેલ્લા એક મહિનામાં લોકોએ અયોધ્યામાં રામ મંદિરના સમર્થનમાં સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ શેર કરી છે. જોકે, હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવી કોઈપણ પ્રકારની કોમેન્ટ ન કરવા સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આ સાથે જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વીટર સહિત વોટ્સએપ પર નજર રાખવામાં આવી રહી છે.
/connect-gujarat/media/media_files/2025/07/25/amreli-2025-07-25-22-36-02.jpg)