સાબરકાંઠા : રામપુરા ખાતે સિકોતર માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, ગુજરાત સરકારના મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ

પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે ચારસો વર્ષ પૌરાણિક ખીજડાવાળા વહાણવટી સિકોતર માતાના નવીન મંદિર ખાતે મૂર્તિઓનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સાબરકાંઠા : રામપુરા ખાતે સિકોતર માતાના મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, ગુજરાત સરકારના મંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ
New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે ચારસો વર્ષ પૌરાણિક ખીજડાવાળા વહાણવટી સિકોતર માતાના નવીન મંદિર ખાતે મૂર્તિઓનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, હજારો ભકતો ઉમટી પડી માતાજીના ઉત્સવ માણી દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

પ્રાંતિજ તાલુકાના રામપુરા ખાતે યોજાયેલ ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે ગુજરાત રાજ્ય ન પૂર્વ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ , કૃષિ પશુપાલન મંત્રી રાઘવજી પટેલ , અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર , સાંસદ દિપસિંહ રાઠોડ સહિત કોંગ્રેસના મા.ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ તેમજ અમદાવાદ ગાંધીનગરના બિલ્ડરોએ હાજર રહી પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કર્યા હતા.

ત્રિદિવસિય આ ભવ્ય મહોત્સવમાં લાખો ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિર તેમજ મૂર્તિના દાતા મૂકેશ પ્રજાપતિ તેમજ અન્નદાન ભોજન દાતાઓના સન્માનો પણ જાહેરમાં આમંત્રિત મહેમાનો દ્વારા કરાયા હતાં. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના ચેરમેન મહેશ પટેલ, તલોદ માર્કેટ યાર્ડના ચેરમેન સહિત ઉપસ્થિત દાતાઓ મહાનુભાવોનુ પણ બહુમાન કરવામાં આવ્યું હતુ.

#CGNews #ConnectGujarat #BeyondJustNews #Sabarkantha #God #Navratri #Prantij #goddess #Nitin Patel #blessing #Rampur #Raghavajipatel #Sikotar Mata temple
Here are a few more articles:
Read the Next Article