Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પ્રાંતિજના પૌરાણિક માર્કડેશ્વર મહાદેવ મંદિરની પ્રોટેકશન વોલની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે આઠ પર આવેલ પૌરાણિક માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામા આવેલ પ્રોટેક્શન દિવાલ માત્ર બે વર્ષમાં જ ધરાશાયી થઈ હલકી ગુણવત્તા વાળુ કામ થયુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

X

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકાના કૌભાંડોના પટારા એક પછી એક ખુલતા જાય છે તેમા કોઇ નવાઇ નથી ત્યારે વધુ એક ભ્રષ્ટાચારનો પટારો ખુલ્યો હોય તેવુ સામે આવ્યુ છે જેમા પ્રાંતિજ નગરપાલિકા દ્રારા બે વર્ષ અગાઉ પાલિકા ની ગ્રાન્ટ માંથી પ્રાંતિજના નેશનલ હાઈવે આઠ પર આવેલ પૌરાણિક માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે બે વર્ષ પહેલાજ પ્રોટેક્શન દિવાલ બનાવવામા આવી હતી જે ગતવર્ષે વરસાદ નહી પડતા આ વર્ષે સારો વરસાદ પડતા જ ૪૦ થી ૫૦ ફુટ જેટલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતા પ્રાંતિજ પાલિકાની ભ્રષ્ટાચારની વધુ એક પોલ ખુલ્લી છે.

Next Story