Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : માવઠાથી 50 હજાર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત હોવાનો પ્રાથમિક અંદાજ : ખેતીવાડી વિભાગ

સૌથી વધુ હિંમતનગર તાલુકામાં ખેતીઓમાં વધુ પ્રમાણમાં નુકશાનની અસર થવા પામી છે.

X

સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈને વ્યાપક નુકસાન જોવા મળ્યું છે. અહી વરસાદના કારણે 50હજાર હેક્ટરમાં નુકસાનને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે માટે 91 જેટલી ટીમ કાર્યરત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને લઈને રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં 8 તાલુકાઓમાં વરસાદને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ખેતરમાં તૈયાર ઘઉંનો ઊભા પાક બગડી જવાના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

તો ક્યાંક કાપીને રાખી મુકેલા ઘઉં પલડી ગયા હતા. તો બીજી તરફ, તમાકુનો પાક પણ પવનના કારણે ઉડી જવાથી ખેડૂતોએ ભારે જહેમત સાથે તમાકુ એકઠી કરી હતી. રાજ્ય સરકારના આદેશ અનુસાર ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓએ પ્રાથમિક સર્વેમાં 50 હજાર હેકટર અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. તો જિલ્લાના 8 તાલુકાઓમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિસ્તરણ અધિકારીઓ અને ગ્રામ સેવકો નુકશાની સર્વે માટે ગામોમાં ખેડૂતોના ખેતરેમાં પહોંચ્યા હતા.

સાબરકાંઠા જીલ્લામાં રવિ સિઝનમાં 84 હજાર હેક્ટરથી વધુમાં વધુ ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. વરસાદને લઈને પ્રાથમિક સર્વેમાં 50 હજાર હેક્ટરથી વિસ્તારના વાવેતરમાં અસર પહોંચી હોવાનો અંદાજ છે. સૌથી વધુ હિંમતનગર તાલુકામાં ખેતીઓમાં વધુ પ્રમાણમાં નુકશાનની અસર થવા પામી છે. જેમાં ઘઉં, તમાકુ અને વરિયાળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે, ત્યારે ખેતીવાડી અધિકારીઓની 91 જેટલી ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખેડૂતોને 33 ટકાથી વધુ નુકશાન થયું હશે, તો તેનો વળતર મળશે. પરંતુ મહત્તમ 2 હેક્ટર માટે હેક્ટર દીઠ 13,500 લેખે વળતર મળવાની જોગવાઈ છે, ત્યારે ખેડૂતોના ભાગે કેટલું સહાય વળતર આવે છે, તે નુકશાનના સર્વે થયા બાદ જાણવા મળશે.

Next Story