Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: પ્રગતિશીલ ખેડૂતે પપૈયાની કરી ખેતી,મબલખ ઉત્પાદન મેળવ્યુ

ઇડરના ખેડૂતે પાંચ વીઘા જમીનમાં વડોદરાથી પપૈયાના રોપ લાવીને 2500 જેટલા પપૈયાના છોડ વાવ્યા હતા જે બાદ મબલખ ઉત્પાદન મેળવ્યુ છે

X

સાબરકાંઠાના ઇડરના ખેડૂતે પાંચ વીઘા જમીનમાં વડોદરાથી પપૈયાના રોપ લાવીને 2500 જેટલા પપૈયાના છોડ વાવ્યા હતા જે બાદ મબલખ ઉત્પાદન મેળવ્યુ છે

ખેડૂતે પોતાની પાંચ વીઘા જમીનમાં વડોદરાથી પપૈયાના રોપ લાવીને 2500 જેટલા પપૈયાના છોડ વાવ્યા હતા. બાગાયાત ખેતીમાં પપૈયાની ખેતી કરતા માત્ર બે મહિનામાંજ અન્ય પાક કરતા સારી આવક મેળવી રહ્યા છે. એક વર્ષ બાદ આજે મહિને હજારો રૂપિયા કમાણી કરી રહ્યા છે. દર 10 દિવસે વેપારી આવીને પાકેલા પપૈયા લઈ જાય છે અને છૂટક ખર્ચ પણ બચી જાય છે.ઈડરના ગાંઠિયોલ ગામના ખેડૂત મૌલિકભાઈ ચૌધરીએ આજથી એક વર્ષ પહેલા પોતાના ખેતરમાં પપૈયાના રોપ વાવ્યા હતા.જે થકી આજે પપૈયા વેચીને મૌલિક ભાઈ દર 10 દિવસે સારી કમાણી કરી રહ્યા છે.માત્ર પ્રયોગ માટે પપૈયાની કરી હતી વાવણીએક વર્ષ પહેલા મૌલિકભાઈ અને તેમના કાકાના દીકરા ધ્રુમિલભાઈ બંને માત્ર પ્રયોગ માટે જ સંબંધીની સલાહ પ્રમાણે પોતાના ખેતરમાં પપૈયાની વાવણી કરી હતી. જે થકી છેલ્લા બે મહિનાથી દર દસ દિવસે ચાર પાંચ ટન જેટલા પપૈયા વેચીને કમાણી કરી રહ્યા છેપાંચ વીઘા જમીનમાં 2500 પપૈયાના રોપ વાવ્યા ઉછેર ઓર્ગેનિક રીતે કરવાનો કર્યો હતો નિર્ણય મૌલિકભાઈએ કહ્યું કે શરૂઆતમાં પાયાનું છાણિયું ખાતર માત્રથી જ ઉછેર કરવામાં આવ્યો હતો

Next Story