સાબરકાંઠા : પડતર માંગણીઓને લઈને હિંમતનગરમાં ગ્રામ્ય ડાક સેવકોના ધરણાં, ઉગ્ર સુત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ...

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પોસ્ટ ઓફીસના ગ્રામ્ય ડાક સેવકો પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે,

New Update
સાબરકાંઠા : પડતર માંગણીઓને લઈને હિંમતનગરમાં ગ્રામ્ય ડાક સેવકોના ધરણાં, ઉગ્ર સુત્રોચ્ચાર કરી દર્શાવ્યો વિરોધ...

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પોસ્ટ ઓફીસના ગ્રામ્ય ડાક સેવકો પોતાની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે, ત્યારે હિંમતનગર મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે ગ્રામ્ય ડાક સેવકોએ ધરણાં યોજી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 530 પોસ્ટ ઓફીસ આવેલી છે. જેમાં 830 જેટલા ગ્રામ્ય ડાક સેવકો ફરજ બજાવે છે, ત્યારે 12 ડીસેમ્બરથી વિવિધ 13 પડતર માંગણીઓને લઈને ડાક સેવકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં મોટી અસર સર્જાઈ શકે છે. હિંમતનગરમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે ગ્રામ્ય વિસ્તારના નેશનલ યુનિયન ગ્રામ્ય ડાક સેવક અને ઓલ ઇન્ડિયા ગ્રામ સેવક યુનિયન હેઠળ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા 50થી વધુ ડાક સેવકોએ ધરણાં પ્રદર્શન કર્યું હતું. જોકે, તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Latest Stories