સાબરકાંઠા: ભારે વરસાદ વચ્ચે ઇડરીયા ગઢનો નયનરમ્ય નજારો, પ્રવાસીઓની ભારે ભીડ

ઇડરીયા ગઢનો નયનરમ્ય નજારો, પ્રવાસીઓની ભારે ભીડ.

સાબરકાંઠા: ભારે વરસાદ વચ્ચે ઇડરીયા ગઢનો નયનરમ્ય નજારો, પ્રવાસીઓની ભારે ભીડ
New Update

સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસતા ઈડર ગઢ પર ઝરણા વહેવા લાગ્યા જેના કારણે મનમોહક દ્રશ્યો જોવા મળ્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં આજે ઈડર શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેને લઇ હાઇવે રોડ સહિત અનેક નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી જ પાણી નજરે પડ્યા હતા.

ઈડર શહેરમાં વરસેલા ધોધમાર વરસાદ વચ્ચે આજે ફરી એકવાર પ્રખ્યાત એવા ઈડરિયા ગઢ ઉપરથી ઝરણા જીવંત થયા હતા અને ખડખડ વહેતા ઝરણા પ્રવાસીઓ અને સ્થાનિકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે ઈડરમાંથી પસાર થતાં લોકો વહેતા ઝરણાને લઈ બે ઘડી નજર ગઢ પર થી વહેતા ઝરણા તરફ ખેંચાય અને બહુ જ સુંદર લાગે છે. તેમ બોલી ઉઠ્યા હતા.

વહેતા ઝરણા વચ્ચે ઈડરિયો ગઢ તો પક્ષીઓના કલરવ વચ્ચે વાદળોમાં ઘેરાયેલો ઈડર ગઢ વાદળો જોડે સંતાકૂકડી રમતો ઈડરિયો ગઢ ચોમાસામાં તો આકર્ષણનું કેન્દ્ર જ બની જાય છે ત્યારે આજે ફરી એકવાર ઈડર ગઢ પરના ઝરણા ડુંગરોમાંથી ખરખર વહેતા થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા.

#Sabarkantha #Idar #Rainfall Update #Idar Gujarat #Idariyo Gadh
Here are a few more articles:
Read the Next Article