/connect-gujarat/media/post_banners/4e122d018931bd8d9f047ba35fb5e2b22a3c8dafa26111150963fd4bc61a02b5.webp)
સાબરકાંઠા જિલ્લામાં ભાજપ મહિલા મોરચાની ટીમ દ્વારા હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા ખાતે જી-20 અંતર્ગત રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલા મોરચાની બહેનોએ ઇચ્છા પૂર્વક ભાગ લીધો હતો.આ અંગેની વિગત એવી છે કે 2023માં ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ધોરણે જી-20નું નેતૃત્વ આપણો દેશ કરી રહ્યો છે. જેનો યશ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જાય છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્ર જ્યારે આંતરરાષ્ટ્રીય ધોરણે લીડરશિપ મેળવે તેનું ગૌરવ આપણાથી વધુ કોને હોય. ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટમાં વિશ્વના જી-20નું નેતૃત્વ ડિસેમ્બર 2022થી 2023 સુધી ભારત દેશ કરવા જઈ રહ્યું છે. જેના ભાગ રૂપે હિંમતનગર ખાતે બગીચા વિસ્તારમાં મહિલા મોરચાની ટીમ દ્વારા સુંદર રંગોળી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, વિજયભાઇ પંડ્યા, નિલાબેન પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.