સાબરકાંઠા: સામાજિક રીતરિવાજ પર કાબુ મુકવાનો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરાયો,મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત

સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સાબરકાંઠા ઝોનના પ્રથમ સંમેલનમાં સામાજિક રીતરિવાજ પર કાબુ મુકવાનો ઠરાવ સર્વનુંમતે પસાર કરી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે.

New Update

છેલ્લા કેટલાય સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીતરિવાજો તેમજ કુરિવાજોને ડામવવા માટે કેટલાય પ્રયાસો હાથ ધરાયા હતા જોકે સાબરકાંઠા ઝોનના કચ્છ કડવા પાટીદારના મહિલા તેમજ યુવા સંમેલનના પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાય કૂટ રિવાજોને સામાજિક રીતે પૂર્ણવિરામ કરી દેવાયું છે જે અંતર્ગત સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે. સમાજમાં બેબી શાવર છૂટાછેડા સહિત વ્યસનના વધતા જતા દુષ્પ્રભાવ ને દૂર કરવા માટે હિંમતનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનોએ જાહેરમાં શપથ મેળવી સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે.

Latest Stories