સાબરકાંઠાના કાનપુર ગામના નિવૃત્ત બેન્ક મેનેજર જશુભાઈ પટેલે કાનપુર ગામના સ્મશાન ગૃહના ઉજ્જડ એરિયાને સવા બે વર્ષમાં મંગલ મંદિર બનાવી દીધો છે
સાબરકાંઠાના કાનપુર ગામના જશુભાઈ પટેલની ઉંમર 68 વર્ષ છે અને તેમના પરિવારમાં તેમના પત્ની દક્ષાબેન અને સંતાનમાં બે પુત્રીઓ છે.તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અમદાવાદમાં મેનેજર તરીકે ફરજમાંથી રિટાયર્ડ થયા બાદ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને ક્યાંકને ક્યાંક પોતાની ફુરસતનો સદુપયોગ કરી ગામના સ્મશાન અને આસપાસના વિસ્તારને વૃક્ષ અને ફૂલ છોડ તથા અન્ય વિકાસ કાર્ય કરીને આજે મંગલ મંદિર પ્રતિષ્ઠાન નું નિર્માણ કર્યું છે અને આ મંગલ મંદિર આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં સૌથી સુંદર સ્મશાન ગૃહ બન્યું છે. જશુભાઈ પટેલના કહેવા પ્રમાણે, નિવૃત્ત થયા બાદ ભૂટાન,નેપાળ સહિત ભારતના ઘણા બધા ધાર્મિક સ્થળો વાળા રાજ્યોમાં યાત્રાઓ કર્યા બાદ પ્રેરણા રૂપ થઈ પોતાના ગામમાં પણ પ્રકૃતિ માટે કંઈક કરવું છે, એવો દ્રઢ નિર્ણય કરીને સવા બે વર્ષ પહેલાથી મહેનત કરીને કાનપુરના સ્મશાન ગૃહને મંગલ મંદિર નો દરજ્જો અપાવ્યો છે,અને એક સુંદર અને આહલાદક બગીચાનું નિર્માણ કર્યું છે.