સાબરકાંઠા: RBIનાં નિવૃત મેનેજરે સ્મશાનમાં વૃક્ષો વાવી વન બનાવ્યું, બન્યું મંગલ મંદિર

કાનપુર ગામના નિવૃત્ત બેન્ક મેનેજર જશુભાઈ પટેલે કાનપુર ગામના સ્મશાન ગૃહના ઉજ્જડ એરિયાને સવા બે વર્ષમાં મંગલ મંદિર બનાવી દીધો છે

સાબરકાંઠા: RBIનાં નિવૃત મેનેજરે સ્મશાનમાં વૃક્ષો વાવી વન બનાવ્યું, બન્યું મંગલ મંદિર
New Update

સાબરકાંઠાના કાનપુર ગામના નિવૃત્ત બેન્ક મેનેજર જશુભાઈ પટેલે કાનપુર ગામના સ્મશાન ગૃહના ઉજ્જડ એરિયાને સવા બે વર્ષમાં મંગલ મંદિર બનાવી દીધો છે

સાબરકાંઠાના કાનપુર ગામના જશુભાઈ પટેલની ઉંમર 68 વર્ષ છે અને તેમના પરિવારમાં તેમના પત્ની દક્ષાબેન અને સંતાનમાં બે પુત્રીઓ છે.તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અમદાવાદમાં મેનેજર તરીકે ફરજમાંથી રિટાયર્ડ થયા બાદ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને ક્યાંકને ક્યાંક પોતાની ફુરસતનો સદુપયોગ કરી ગામના સ્મશાન અને આસપાસના વિસ્તારને વૃક્ષ અને ફૂલ છોડ તથા અન્ય વિકાસ કાર્ય કરીને આજે મંગલ મંદિર પ્રતિષ્ઠાન નું નિર્માણ કર્યું છે અને આ મંગલ મંદિર આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં સૌથી સુંદર સ્મશાન ગૃહ બન્યું છે. જશુભાઈ પટેલના કહેવા પ્રમાણે, નિવૃત્ત થયા બાદ ભૂટાન,નેપાળ સહિત ભારતના ઘણા બધા ધાર્મિક સ્થળો વાળા રાજ્યોમાં યાત્રાઓ કર્યા બાદ પ્રેરણા રૂપ થઈ પોતાના ગામમાં પણ પ્રકૃતિ માટે કંઈક કરવું છે, એવો દ્રઢ નિર્ણય કરીને સવા બે વર્ષ પહેલાથી મહેનત કરીને કાનપુરના સ્મશાન ગૃહને મંગલ મંદિર નો દરજ્જો અપાવ્યો છે,અને એક સુંદર અને આહલાદક બગીચાનું નિર્માણ કર્યું છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Sabarkantha #RBI #crematorium #Retired manager #planted trees
Here are a few more articles:
Read the Next Article