Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : અભ્યાસ તથા રમત ગમત માટે મનોદિવ્યાંગ બાળકોને તૈયાર કરતી હિંમતનગરની સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા...

હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખી તેમનો ઉછેર તથા જતન કરે છે.

X

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા માનસિક દિવ્યાંગ બાળકોને પોતાની સંસ્થામાં રાખી તેમનો ઉછેર તથા જતન કરે છે.અહીં હાલ 138 જેટલા માનસિક દિવ્યાંગ બાળકો છે. અનેક થેરાપીઓના પગલે જરૂરિયાત પ્રમાણે આ બાળકોની સારવાર પણ કરવામાં આવે છે.

કોઈપણ પરિવારમાં બાળકના જન્મતાની સાથે તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જતો હોય છે. સાથે આ બાળક પોતાના જીવનમાં કંઈક અલગ કરી બતાવશે તેવી આશાથી બાળકનો ઉછેર કરવામાં આવતો હોય છે. પરંતુ જ્યારે મા-બાપને ખબર પડે કે, પોતાનું બાળક અન્ય બાળકો કરતા કંઈક અલગ છે તથા તેનામાં તેવી ક્ષમતા નથી જે અન્ય કોઈપણ વ્યક્તિમાં હોય છે. માનસિક કે શારીરિક રીતે પોતાનું બાળક અસક્ષમ છે. તે જાણતાની સાથે જ મા-બાપનું હૈયું ચિરાઈ જતું હોય છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા આવેલી છે, જ્યાં કોઈ પરિવારમાં જન્મેલા મનોદિવ્યાંગ બાળકને અહીં પોતાના ઘરની જેમ પ્રેમ આપીને રાખવામાં આવે છે. આ ઉપરાંત બોલવામાં થતી તકલીફ વાળા બાળકોને સ્પીચ થેરાપી પણ કરાવવામાં આવે છે. અહી અનેક અભ્યાસક્રમના અભ્યાસ તથા રમત ગમત માટે પણ આ બાળકોને તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થા કોઈ સરકારી ગ્રાન્ટ પર નહીં પરંતુ માત્ર દાતાઓના દાન થકી ચાલે છે. અહીંનું સંચાલન કરનાર વ્યક્તિઓ પણ બાળકો સાથે એક પારિવારિક માહોલની જેમ 24 કલાક તેમની સાથે રહી તેમની સેવા કરે છે. આ સંસ્થા આવા બાળકોનો શારીરિક-માનસિક વિકાસ કરે છે.

સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા આવો જ પ્રયત્ન કરવાના આશયથી 1991થી સ્થાપીત થયેલી છે. માનસિક દિવ્યાંગના બાળકો કે, જે મગજ શક્તિના અભાવે ભણી શકતા નથી. પોતાની જીવન જરૂરીયાતો પણ પોતે જાતે કરી શકતાં નથી અને સામાજિક સ્ટેટસથી વંચીત રહે છે. જેમને સામાન્ય માણસો સહાનૂભૂતિ આપવાને બદલે હાંસી ઉડાવે છે. જેથી તેઓ સમાજમાં સતત અપમાનીત થયા કરે છે. આ સંસ્થામાં વહીવટી સંચાલક જીતુ પટેલ સંસ્થાની શરૂઆતથી જ ફરજ બજાવી રહ્યા છે. આ સંસ્થામાં 138 જેટલા મનોદિવ્યાંગ બાળકોની સંખ્યા છે. જેમાં 18 છોકરીઓ તથા 120 છોકરાઓ છે. આ સાથો સાથ અહીં 12 જેટલા શિક્ષકોનો પણ સ્ટાફ છે. જે આ બાળકોને અભ્યાસક્રમ થકી ભણાવી રહ્યા છે, અને તેમની સાર સંભાળ પણ રાખી રહ્યા છે. આ બાળકોમાં મોટાભાગના મોડરેડ નામની બીમારીથી પીડિત છે. આ ઉપરાંત ડાઉન સિંડ્રોમ, સેલેબેરસ પાલ્સી, મલ્ટી ડીસેબીલીટી જેના રોગોથી પિડીત છે. આ સંસ્થામાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી પણ અહીં બાળકોને મુકવામાં આવ્યા છે.

Next Story