સાબરકાંઠા : IPS અધિકારી રવિન્દ્ર પટેલના ત્યાં SEBIના દરોડાથી ખળભળાટ,એજન્સીએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું નથી.

ગુજરાતની 2016ની બેચના IPS અધિકારી રવીન્દ્ર પટેલને ત્યાં SEBI (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)ના દરોડા પડ્યા છે.

New Update
  • ગુજરાતના IPS અધિકારીSEBIના રડારમાં આવ્યા

  • શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાંIPSની સંડોવણીની ચર્ચા

  • IPSના સાળાનાં ઘરે પણ એજન્સી દ્વારા તપાસ

  • SEBIની કાર્યવાહીના પગલે પોલીસતંત્રમાં ખળભળાટ

  • તપાસ એજન્સી દ્વારા દરોડા અંગે સત્તાવાર સમર્થન જાહેર કર્યું નથી

ગુજરાતની 2016ની બેચના IPS અધિકારી રવીન્દ્ર પટેલને ત્યાંSEBI (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)ના દરોડા પડ્યા છે. 20 માર્ચ2025ને ગુરુવારે એક વિશેષ ટીમ દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામેIPS અધિકારીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામેIPS અધિકારી રવિન્દ્ર પટેલના ઘરેSEBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે.આ સાથે ગલોડિયા ગામમાં રહેતાIPSના સાળાની પણ કેન્દ્રીય ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દિવસભર ચાલેલી કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની હતી.

શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાંIPSની સંડોવણી હોવાની વાતો ફેલાતા ચકચાર મચી ગઈ છે.SEBIએ ફટકારેલી નોટિસમાં રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથો સાથ છ મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ નહીં કરવાની બાંહેધરી આપતા સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

જોકે આ સમગ્ર મામલામાં હજી સુધીSEBIના અધિકારીઓ કે તપાસ એજન્સીઓ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી,પરંતુ આ ઘટનાએ ગુજરાત પોલીસ બેડામાં ભારે ચકચાર જગાવી છે.

Read the Next Article

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન કરશે શરૂ, જુલાઈ 28 ના રોજ આણંદથી પ્રારંભ

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

New Update
Conn

ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે.

કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.

દૂધ સત્યાગ્રહના મુખ્ય એજન્ડા

કોંગ્રેસના આ "દૂધ સત્યાગ્રહ" આંદોલન પાછળ કેટલાક મુખ્ય મુદ્દાઓ છે, જે રાજ્યના દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગને સીધી અસર કરે છે:

  • દૂધ ઉત્પાદકોને સબસિડી:કોંગ્રેસે પોતાના આગામી ચૂંટણી ઢંઢેરામાં દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે. આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે.
  • ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડત:દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો કોંગ્રેસ સખત વિરોધ કરશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે, ત્યાં કોંગ્રેસ તેના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઉભી રાખીને લોકશાહી ઢબે લડત આપશે. ખાસ કરીને, અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેન્ડેટથી પેનલ ઉભી રાખશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ પગલું દૂધ સંઘોમાં લોકશાહી પ્રક્રિયા અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે.