Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પોર્ન વિડીયો જોઇ વાસનાનો કીડો સળવળ્યો, શ્રમજીવીએ અસ્થિર મગજની મહિલા સાથે કર્યું દુષ્કર્મ.

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ મામલે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર સર્જાયો હતો,

X

સાબરકાંઠા જિલ્લાના ઇડરમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ મામલે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર સર્જાયો હતો, ત્યારે ઇડર માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતાં દુષ્કર્મનો આરોપી મૂળ બિહારી યુવકને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

સાબરકાંઠાના ઇડરમાં એક સપ્તાહ પહેલા અસ્થિર મગજની યુવતી ઉપર કોઈ અજાણ્યા ઇસમે દુષ્કર્મ ગુજર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે, આ મામલે જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ આદરી વિવિધ 5 જેટલી ટીમો બનાવી આરોપી સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબજે લેવાયા હતા. સર્વેલન્સની ટીમ તેમજ સીસીટીવીના આધારે સાબરકાંઠા જિલ્લા પોલીસે ઇડર માર્કેટ યાર્ડમાં છેલ્લા 3 વર્ષથી મજૂરી કામ કરતા યુવકને ઝડપી પડ્યો છે. આરોપીએ કબુલ્યું હતું કે, તેણે ઇડર એપોલો ત્રણ રસ્તા પાસે મહિલા સાથે રાત્રીના સમયે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ મહિલા બેભાન હાલતમાં થતાં તેને કોથળા મૂકીને હાથલારી પર અન્ય સ્થળે લઈ જવામાં આવી હતી. APMCથી ૧૦૦ મીટર દૂર એક ખુલ્લા પ્લોટમાં મહિલાને મૂકી ત્યારબાદ દીવાલ કૂદી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલે આરોપીએ કબૂલ્યું હતું કે, જે દિવસે દુષ્કર્મ કર્યું હતું. તે દિવસે વધુ ઠંડી અને વાતાવરણ વરસાદ હોવાના કારણે લોકોની રાત્રીના સમયે અવરજવર ન હોવાથી એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. આમ તો મુળ આરોપી બિહારનો યુવક મોબાઈલ ઉપર અશ્લીલ વિડીયો જોવાની સાથોસાથ વિકૃત વિચારો ધરાવતા હોવાના પગલે અધમ કૃત્ય આચર્યું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આ મામલે FSLની ટીમ સહિત ૫૦ જેટલા સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડતા બિહારી આરોપીની અટકાયત કરી લેવાય છે, ત્યારે હાલ તો સાબરકાંઠા જિલ્લા પોલીસે પીડિતાને ન્યાય અપાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે ટ્રાયલ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

Next Story