સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મટોડા પાસેના ડોડીવાડા ગામના તળાવમાં શનિવારે સાંજના સુમારે કિનારે રમતા ચાર બાળકો તળાવમાં નાહવા પડ્યા હતા. ત્યારે અચાનક જ નાહવા પડેલા બાળકો તળાવમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી બે બાળકો બહાર નીકળી ગયા હતા. તે દરમિયાન ભાઈ ભાવેશ વિષ્ણુભાઈ બુબડીયા (ઉવ.12) પાણીમાં ડૂબતા બુમાબુમ કરતા તેની બહેન સંધ્યા વિષ્ણુભાઈ બુબડીયા(ઉવ-10) બચાવવા જતા ભાઈ અને બહેન બંને ડૂબી ગયા હતા. બનાવ અંગે જાણ થતા ગ્રામજનો અને પરિવારજનો તળાવના કિનારે આવી પહોંચ્યા હતા અને ખેડબ્રહ્મા પોલીસે નગરપાલિકામાં જાણ કરતા પાલિકાએ ફાયર વિભાગને જાણ કરી હતી. જેને લઈને ફાયર બ્રિગેડ ખેડબ્રહ્માથી 10 કિમી દુર આવેલ મટોડા પાસેના ડોડીવાડા ગામે બનાવ સ્થળે તળાવ પર પહોંચી ગઈ હતી અને ડૂબી ગયેલા બંને ભાઈ-બહેનના મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન મોડી સાંજે ભાઈ અને બહેનના મૃતદેહો મળ્યા હતા.
સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં તળાવમાં ડૂબતાં ભાઈને બચાવવા જતાં બહેન પણ ડૂબી, ફાયર વિભાગે બંને મૃતદેહોને બહાર કાઢ્યા
અચાનક જ નાહવા પડેલા બાળકો તળાવમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી બે બાળકો બહાર નીકળી ગયા હતા.
New Update