Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ડ્રગ્સ મામલે એસઓજીને મળી મોટી સફળતા, લાખોના મુદ્દામાલ સાથે 9 આરોપીની અટકાયત

એસઓજીએ ઝડપેલ આરોપીઓ પાસે ૩૫ ગ્રામ ડ્રગ્સ સાથે અન્ય વસ્તુઓ મળી કુલ ૪ લાખ ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

X

સાબરકાંઠા જિલ્લામાં ડ્રગ્સ મામલે એસઓજીને મળી મોટી સફળતા. એમડી ડ્રગ્સ સાથે ૯ આરોપીઓની અટકાયત કરીને કુલ ૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરી છે.

હાલમાં યુવાધન અને અન્ય લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા છે.રાજ્યભરમાં પોલીસે માદક પદાર્થ મેફેડ્રોન વેચાણકર્તા અને લેનારની તપાસ હાથ ધરી છે, ત્યારે સાબરકાંઠા પોલીસ પણ આ મામલે સતર્ક બની ડ્રગ્સની હેરાફેરી કરનારની શોધખોળ હાથ કરી છે, ત્યારે રાત્રી દરમિયાન બાતમીના આધારે જિલ્લા જેલ આગળથી બે ઈસમો વાહન લઈને જૂની સિવિલ થી મહેતાપુરા જઈ રહ્યા હતા ત્યારે એસઓજીની ટીમ દ્વારા જિલ્લા જેલના મુખ્ય ગેટ આગળ જ કોર્ડન કરી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

જેમની પાસેથી માદક પદાર્થ મેફાડ્રોન ૩૫ ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ આરોપીઓની આકરી પૂછપરછ કરતા અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા.એસઓજીએ ઝડપેલ આરોપીઓ પાસે ૩૫ ગ્રામ ડ્રગ્સ સાથે અન્ય વસ્તુઓ મળી કુલ ૪ લાખ ૭૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપેલ આરોપીઓની આકરી પુછપરછ કરતા અન્ય ૧૦ જેટલા આરોપીઓના નામ ખુલ્યા હતા. જે પૈકી ૯ જેટલા આરોપીઓને એસઓજીએ ઝડપી પાડ્યા છે તો અન્ય ૧ આરોપીની શોધખોડ હાથ ધરી છે.

આરોપીએ હિંમતનગરના ચાંદ નગરમાં રહેતા લાલા સુરેલી તથા રાજસ્થાન ના કોટડા છાવણી ખાતે રહેતા સમુનખાન પઠાને હિંમતનગરમાં વેચાણ માટે આ ડ્રગ્સ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે આ તમામ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ નો કાળો કારોબાર કરનાર સામે હાલ તો પોલીસે લાલ આંખ કરીને અટકાયતી પગલાં ભર્યા છે ત્યારે એસઓજીને પણ એક મોટી સફળતા મળતા ૯ જેટલા આરોપી ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તો આ ઉપરાંત અન્ય આરોપીઓ પણ સંડોવાયેલ છે કે નહિ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

Next Story