/connect-gujarat/media/post_banners/6261f1a1bbe056da86c95f4026b0ca884fbbccf6a255db3f912e73d789fdfab8.jpg)
હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા કચેરીએ જિલ્લા પોલીસ વડાએ ચાર્જ છોડ્યો હતો અને બદલી થઈને આવેલ SPએ ચાર્જ સંભાળ્યો હતો. બીજી તરફ ચાર્જ છોડીને જતા SP પર ફૂલવર્ષા કરી વિદાય આપી હતી.
સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાને નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે બઢતી સાથે નાયબ પોલીસ મહાનિરીક્ષક (આર્મ્ડ યુનિટ) ગાંધીનગરની ખાલી કેડર પોસ્ટ પર નિમણૂક કરવામાં આવી છે. તો બીજી તરફ પાટણના જિલ્લા પોલીસ વડા વિજય પટેલની સાબરકાંઠા જિલ્લામાં બદલી કરવામાં આવી હતી.
જેને લઈને સોમવારે હિંમતનગરમાં જિલ્લા પોલીસ વડા કચેરીએ સાબરકાંઠા SP વિશાલ વાઘેલાએ ચાર્જ છોડ્યો હતો અને વિજય પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ બંને અધિકારીઓએ એક કલાક સુધી ચર્ચાઓ કરી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની બઢતી સાથે બદલી થવાને લઈને ચાર્જ છોડ્યા બાદ ચેમ્બરમાંથી બહાર નીકળતા વિશાલ વાઘેલા પર ગુલાબની પાંદડીઓની ફૂલવર્ષા થઇ હતી.