સાબરકાંઠા : ખેડબ્રહ્મા અંબાજી મંદિરે મકરસંક્રાંતિ નિમિત્તે કરાયો વિશેષ શણગાર...

ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી માતાજીના મંદિરને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો.

New Update
સાબરકાંઠા : ખેડબ્રહ્મા અંબાજી મંદિરે મકરસંક્રાંતિ નિમિત્તે કરાયો વિશેષ શણગાર...

ઉતરાયણના પાવન પર્વ નિમિત્તે સાબરકાંઠા જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત અંબાજી માતાજીના મંદિરને પતંગનો શણગાર કરવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી મંદિરને પ્રતિ વર્ષે દાતા દ્વારા પતંગો અર્પણ કરવામાં આવે છે, ત્યારે આ જ પતંગોથી સમગ્ર મંદિર પરિસરને શણગાર કરવામાં આવે છે. ઉતરાયણ પર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને ઉમટી પડ્યા હતા,

જ્યારે કોરોનાના વધતા કેસોને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટે લીધેલા નિર્ણય મુજબ તા. 15 જાન્યુઆરીથી તા. 23 જાન્યુઆરી સુધી યાત્રાળુઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, પૂનમના રોજ માતાજીના પ્રાગ્ટય દિવસની ઉજવણી નિમિત્તે બન્ને સમયની આરતી સહિતની ધાર્મિક પુજાવિધિ સમયાનુસાર રહેશે તેવું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યુ હતું.

Latest Stories