Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પીવાનું પાણી મળે તેવા ઉદ્દેશ્ય સાથે શ્રીમદ જેશીંગબાપા મંડળનું “સેવાકાર્ય”

સાબરકાંઠા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પીવાનું પાણી મળે તેવા ઉદ્દેશ્ય સાથે શ્રીમદ જેશીંગબાપા મંડળનું “સેવાકાર્ય”
X

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પીવાનું પાણી પુરુ પાડવાના ઉદ્દેશ્ય સાથે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોધામજી ગામના શ્રીમદ જેશીંગબાપા મંડળ દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સાબરકાંઠાના ઇડર તાલુકાનું ગોધામજી ગામ દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે. ગોધામજી ગામમાં વર્ષો પહેલા શ્રીમદ જેશીંગબાપા નામના સંત શ્રીમદ જેશીંગબાપા હોસ્પિટલ, પશુઓ માટે પીવાનું પાણી, ગરીબોને ભોજન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરતા હતા, ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે શ્રીમદ જેશીંગબાપા મંડળનું સેવાકીય કાર્ય રાબેતા મુજબ રાખવામાં આવ્યું છે. શ્રીમદ જેશીંગબાપા મંડળના વડીલો ગામડે ગામડે જાય છે, અને રજૂઆત મુજબ તે જગ્યાએ નવા પાણીના કુંડની નિર્માણ કરવામાં આવે છે. એટલું જ નહીં, ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં આ પ્રકારના પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે, ત્યારે શ્રીમદ જેશીંગબાપાનું સપનું પણ સાકાર થાય તે માટે મંડળના સભ્યોએ આવા સેવાકાર્ય થકી સમાજમાં ઉત્તમ દાખલો બેસાડ્યો છે.

Next Story