Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : વાવાઝોડા વચ્ચે મુસાફરોની સલામતી માટે ST નિગમનો નિર્ણય, 8 ડેપોમાં બસના 18 રૂટ રદ્દ કર્યા...

‘બિપરજોય’ વાવાઝોડાના પગલે મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને ST નિગમ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

X

‘બિપરજોય’ વાવાઝોડાના પગલે મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને ST નિગમ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી બસોને રદ્દ કરવામાં આવી છે, તેમજ કેટલાક રૂટ પણ ટૂંકાવવામાં આવ્યા છે. દરિયાઈ વિસ્તારોના ડેપોના તમામ ઓપરેશન્સને હાલ બંધ કરવાનો નિર્ણય ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારે બિપરજોય વાવઝોડાના પગલે સાબરકાંઠા જિલ્લાના 8 ડેપોમાં એસટી બસના 18 રૂટ રદ્દ કરવામાં આવ્યા છે. હિંમતનગર એસટી વિભાગીય કચેરી હેઠળ આવતા સાબરકાંઠાના 4, અરવલ્લીના 3 અને ગાંધીનગરના 1 મળીને 3 જિલ્લાના 8 એસટી ડેપોમાં એસટી બસના 18 રૂટ તા. 14 અને 15 જૂન એમ 2 દિવસ માટે રદ્દ કરવામાં આવ્યા છે, જ્યારે આગામી દિવસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બસ સેવા ફરી રાબેતા મુજબ કરવા અંગે એસટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવશે.

Next Story