Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : ધોરણ 10ની પરીક્ષાની થઈ શરૂઆત, વર્ગખંડો CCTV કેમેરાથી સજ્જ

જીલ્લામાં પરીક્ષા કેન્દ્રમાં વિધાર્થીઓને કંકુ તિલક કરી મો મીઠું કરાવી સ્કુલમાં પ્રવેશ કરાવ્યો હતો. જોકે કોરોનાના બે વર્ષ બાદ પરીક્ષાઓ શરૂ થઇ છે.

X

જીલ્લામાં આજથી ધો૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતવરણમાં થઇ છે.ત્યારે જીલ્લામાં પરીક્ષા કેન્દ્રમાં વિધાર્થીઓને કંકુ તિલક કરી મો મીઠું કરાવી સ્કુલમાં પ્રવેશ કરાવ્યો હતો. જોકે કોરોનાના બે વર્ષ બાદ પરીક્ષાઓ શરૂ થઇ છે.

રાજયભારમાં આજથી ધો ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ શરુ થઇ છે જોકે કોરોના કાળમાં લોકડાઉનને લઈને બે વર્ષ બાદ પરીક્ષા રાજ્ય સરકાર ધ્વારા લઇ રહ્યું છે ત્યારે હિમતનગર સહીત જીલ્લામાં પરીક્ષા સ્થળો પર શિક્ષણવિભાગ, સામાજિક સંસ્થા અને સ્કુલ ધ્વારા વિધાર્થીઓને કંકુ તિલક કરી સ્વાગત સાથે પ્રવેશ અપાવ્યો હતો. હિમતનગર ની હિંમત હાઇસ્કુલમાં જીલ્લા કલેકટર ,જીલ્લા શિક્ષણાધિકારી અને અને સ્કુલના તંત્ર ધ્વારા ધો ૧૦ ના વિધાર્થીઓને કંકુ તિલક કરવામાં આવ્યું હતું. પરીક્ષાના તમામ વર્ગખંડોને સીસીટીવી કેમેરા અને ટેબ્લેટથી સુરક્ષિત કરાયા હતા તો પોલીસ બંદોબસ્ત સાથે કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ હતી.

Next Story