સાબરકાંઠા : કુષ્ઠ રોગી અને નિરાધારનો આધાર બનેલા સેવાભાવી સુરેશ સોનીને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માનિત કરાયા

સાબરકાંઠાના રાજેન્દ્ર નગરમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ અપાતા ખુશી વ્યાપી છે.રક્તપિતના દર્દીઓ માટે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ એકમાત્ર આશ્રય સ્થાન બન્યું છે.

New Update
  • સહયોગ કુષ્ઠ ટ્રસ્ટનો વાગ્યો ડંકો

  • ટ્રસ્ટનો પાયો નાખનાર સુરેશ સોનીને મળ્યું પદ્મશ્રીનું સન્માન

  • કુષ્ઠ રોગી અને નિરાધારનો બન્યા છે આધાર 

  • 35 વર્ષથી સેવાની અખંડ જ્યોત છે પ્રજ્વલિત

  • સુરેશ સોની લોકો માટે બન્યા મૂછાળી મા 

Advertisment

સાબરકાંઠાના રાજેન્દ્ર નગરમાં સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં મુછાળી મા તરીકે ઓળખાતા સુરેશ સોનીને પદ્મશ્રી એવોર્ડ અપાતા ખુશી વ્યાપી છે.રક્તપિતના દર્દીઓ માટે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ એકમાત્ર આશ્રય સ્થાન બન્યું છે. જેમાં આજની તારીખે 1051થી વધારે દર્દીઓ સ્વમાનભેર જિંદગી જીવી રહ્યા છે.રોગીઓ અને નિરાધાર માટે આધાર બનેલા સુરેશ સોનીને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી શામળાજી હાઇવે પર હિંમતનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલ સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ નામની સંસ્થા છેલ્લા 35 વર્ષથી નિરંતર રક્તપિત દિવ્યાંગ તેમજ જેનું કોઈ આધાર ન હોય તેવા અને સમાજથી તરછોડાયેલા લોકોનુ આધાર સ્તંભ બની રહ્યું છે. સહયોગ કુષ્ઠ ટ્રસ્ટની સ્થાપના 1978માં હિંમતનગર નજીક આવેલા રાયગઢ ગામ પાસે હાઇવે ઉપર 31 એકર જગ્યામાં નિર્માણ પામી છે.જેમાં સુરેશ સોની નિરંતર સેવાનો ધોધ વહાવી રહ્યા છે.સુરેશ સોની મૂળ વડોદરા જિલ્લાના સિનોર ગામના વતની છે તેમજ વડોદરામાં પ્રોફેસરની નોકરીમાં જોડાયા બાદ છેવાડાના વ્યક્તિ માટે કંઈક કરી છૂટવાની ભાવના અંતર્ગત જેનું કોઈ નથી તેના માટે પરિવાર સાથે આ કામગીરીમાં જોડાયા છે.જે આજ સુધી યથાવત રહેતા કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ અપાયો છે. જેના પગલે આજે સુરેશ સોની સહિત સમગ્ર સહયોગ ટ્રસ્ટના પ્રત્યેક સદસ્યોના ચહેરા ઉપર ખુશીની લહેર વ્યાપી ગઈ છે. 

છેલ્લા 36 વર્ષથી સાબરકાંઠાની ધરતી પર માનવતાની મહેક જગાવનાર સુરેશ સોનીને આજે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સેવાની કદરરૂપે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો છે,જેની ખુશી સુરેશ સોની સહિત સમગ્ર સહયોગ કુષ્ઠ ટ્રસ્ટમાં દેખાય છે.તેમજ લોકો આજે પણ સુરેશ સોનીને માનવતાના ભગવાન ગણે છે.આજે જ્યારે તેમના નામની જાહેરાત પદ્મશ્રી એવોર્ડ માટે કરાય છે ત્યારે સ્થાનિક કક્ષાએ લોકોની સેવાનો અવિરત યજ્ઞ ચલાવનારની સાચા અર્થમાં કદર અને કિંમત થઈ હોય તે પરિવારજનો માની રહ્યા છે.

અંધમાનસિક બીમારરક્તપિત્ત અને રક્તપિત્ત દર્દીના પરિજનોઆદીવાસી બાળકમંદ બુદ્ધિસ્કીજોફેનિયા મળી કુલ 1050 લોકો અહિ સ્થાઈ થયા છે.તો 32 જેટલી અશક્ત ગાયોનુ પાંજરાપોળ પણ અહિ બનાવ્યું છે.જેમાં જે વ્યક્તિઓ છે તેમણે રોટી કપડા મકાન અને શિક્ષણ તદ્દન મફત મળી રહે છે.તમામના ઘર આગળ સંપૂર્ણ સ્વચ્છતા તમામ લોકોને બે ટાઈમ જમવાનું અને પાકુ મકાન પણ બનાવી આપ્યું છે. જ્યારે અહીંયા રહેતા  વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને નોકરી પણ મેળવી છે.રક્તપિત્તના દર્દીઓ રોગમાંથી  મુક્ત થઈ સારું જીવન પણ જીવી રહ્યા છે અને એનો શ્રેય માત્ર સુરેશ સોનીને આપી રહ્યા છે.

Latest Stories