Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : તાજપુરની મેશ્વો નદીમાં અચાનક જળ પ્રવાહ વધતા 5 ભેંસ તણાઈ, જુઓ "LIVE" વિડિયો..!

તાજપુરની મેશ્વો નદીમાં અચાનક વધ્યા જળ પ્રવાહ, નદી કિનારે ઘાસચારો કરતી 5 ભેંસો પ્રવાહમાં તણાઈ.

X

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના તાજપુર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં અચાનક જળ પ્રવાહ વધતા 5 જેટલી ભેંસ પાણીમાં તણાઈ ગઈ હતી, ત્યારે મહા મુસીબતે સ્થાનીકોએ પાણીમાંથી ભેંસોને બચાવી લેતા પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

એક તરફ સૌરાષ્ટ્રમાં મેઘ તાંડવે અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે. તો બીબજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ સાથે જ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાંથી પસાર થતી નદીઓમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે, ત્યારે સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના તાજપુર નજીક પસાર થતી મેશ્વો નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં નદી કિનારે ઘાસચારો કરતી 5 જેટલી ભેંસો ધસમસાત પ્રવાહમાં તણાઈ હતી.

જોકે, પશુપાલકોએ બુમાબુમ કરી મુકતા આસપાસના સ્થાનીકોએ દોડી આવ્યા હતા. ત્યારબાદ પાણીના પ્રવાહમાં ફસાયેલ પાંચેય ભેંસોનું રેસક્યું કરી મહામુસીબતે બચાવી લીધી હતી, ત્યારે હાલ તો સમગ્ર ઘટનાનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

Next Story