Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : તલોદના જોરાજીના મુવાડામાં સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

અનાજનો પુરતો જથ્થો મળતો ન હોવાનો આક્ષેપ, પાંચ ગામની વચ્ચે એક જ સસ્તા અનાજની દુકાન.

X

સાબરકાંઠાના તલોદ તાલુકાના જોરાજીના મુવાડા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ ઉઠી છે.

તલોદ તાલુકાના જોરાજીના મુવાડા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપો થઇ રહયાં છે. દુકાનમાંથી ઓછુ અનાજ આપવામાં આવતું હોવાની ફરિયાદ કાર્ડધારકોએ કરી છે. પાંચ ગામની વચ્ચે આવેલી આ એક માત્ર દુકાન સપ્તાહમાં પાંચ જ દિવસ ખુલે છે. દુકાન સંચાલકની અનિયમિતતાના કારણે કાર્ડધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.

સમગ્ર ઘટના અંગે પુરવઠા મામલતદારને ફરિયાદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, જોરાજીના મુવાડા ગામના કાર્ડધારકોની અરજી મળી છે. આ વિશે વધારે માહિતી જોઇતી હોય તો તલોદના ગોડાઉનના મેનેજરનો સંપર્ક કરવા મામલતદારે કહયું હતું. જયારે તલોદના ગોડાઉન મેનેજરનો સંપર્ક કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારના નિયમો મુજબ અનાજ આપવામાં આવી રહયું છે.

Next Story