સાબરકાંઠા : પતિની હત્યા કરનાર પત્ની-પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી !

સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ચાર વર્ષ પહેલા પતિની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે

New Update

સાબરકાંઠામાં 4 વર્ષ પૂર્વે બન્યો હતો બનાવ

હિંમતનગરના ગઢેડા ગામે પતિની કરવામાં આવી હતી હત્યા

પત્ની અને પ્રેમીએ મળી પતિની હત્યા કરી હતી

કોર્ટે પત્ની-પ્રેમીને આજીવન કેદની ફટકારી

રૂ.1 હજારનો દંડ ફટકારાયો

સાબરકાંઠાના હિંમતનગરના ગઢોડા ગામની સીમમાં ચાર વર્ષ પહેલા પતિની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે
સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાં રહેતા પરપ્રાંતિય યુવકની પત્નિ અને પ્રેમીએ ભેગા મળી લોખંડની હથોડી માથામાં ફટકારી હત્યા કર્યા બાદ આ લાશને કોથળામાં મુકી આંબાવાડા ગામની સીમમાં ખારી નદીના પુલ ઉપરથી નીચે ફેંકી દીધી હતી. જે અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલ પત્નિ અને પ્રેમીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જે દરમિયાન પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખી સાબરકાંઠા જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ સેશન્સ જજ કે.એમ. રબારી દ્વારા હત્યાના ગુનામાં સંડોવાયેલ પપ્પુ રામસુરત ઠાકુર તથા નીધી સુરેન્દ્રસિંગ કુશવાહને ગુનામાં તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા તથા રૂપિયા એક  હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.ફરિયાદ પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ હેતલબેન બી. ત્રિવેદી દ્વારા દસ્તાવેજી પુરાવા અને સીસીટીવી ફુટેજ તથા રજુ કરેલ સોંગદનામા અંગે દલીલો કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આ હુકમ કર્યો હતો
Latest Stories