સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક મકાનમાં ગટરનું ગંદુ પાણી ઘૂસી જતાં પરિવારના સભ્યો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, મકાનમાં ગટરનું પાણી ફરી વળતાં સર સામાન પલડી ગયો હતો. જોકે, પાલિકામાં રજુઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન કરાતી હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો હતો.
તમે જે પાણી ભરાયેલા મકાનના દ્રશ્યો જોઇ રહ્યા છો તે દ્રશ્ય વરસાદી પાણી કે, ઘરમાં રહેલ પાણીનો નળ લીક થઈ ભરાયેલા પાણીના નથી. પણ આ દ્રશ્યો છે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખોડીયાર કુવા ખાતે રહેતા કમલાબેન પરમાનંદ લાલવાણીના મકાનના... આ મકાનના પાછળના ભાગેથી ગટરનું ગંદુ પાણી હાલતો મકાનમાં ફરી વળ્યું છે. મકાનમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મકાનમાં ગટરનું પાણી ધુસી જતાં ઓવર ફુલ થઇ મકાનની બહાર વહેતુ થયું છે. તો બીજી તરફ, મકાનમાં ગટરનું પાણી ફરી વળતાં સર સામાન પલડી ગયો હતો. જોકે, આ મામલે નગરપાલિકામાં રજુઆત કરવા છતાં આજ દીન સુધી કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી, ત્યારે હાલતો મકાન માલિક ગટરના પાણીને લઇને પરેશાનીમાં મુકાયો છે, ત્યારે છેલ્લા 4 વર્ષથી આજ પરિસ્થિતિ છે, અને પાલિકામાં રજુઆત બાદ પણ કોઇ કાયમી ઉકેલ ન આવતા આખરે આ પરિવાર કરે તો શુ કરે તેવી ચિંતામાં મુકાયો છે.