Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : માંડવા પદ્ધતિથી પોગલુ ગામના ખેડૂતે કરી બતાવી વેલાવાળી શાકભાજીની ખેતી...

પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના પ્રગતિશીલ ખેડૂતે પાણીનો થતો બગાડ અટકાવી ડ્રીપ ઈરીગેશન અને માંડવા પદ્ધતિથી શાકભાજીની સફળ ખેતી કરી બતાવી છે.

X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામના પ્રગતિશીલ ખેડૂતે પાણીનો થતો બગાડ અટકાવી ડ્રીપ ઈરીગેશન અને માંડવા પદ્ધતિથી શાકભાજીની સફળ ખેતી કરી બતાવી છે.

સાબરકાંઠાના પોગલુ ગામના 55 વર્ષીય ખેડૂત હસમુખ પટેલ કે, જેઓએ કેમેસ્ટ્રીના વિષયમાં સ્નાતકની પદવી મેળવી છે. તેઓ એક ખેડૂત તરીકે ખૂબ જ સારી ખેતી કરે છે. ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને તેમણે અન્ય ખેડૂતો માટે એક નવી રાહ ચીંધી છે. પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યુ હતું કે, 25 વીઘામાં પાણીનો બગાડ અટકાવી ડ્રીપ ઈરીગેશનથી શાકભાજીની સફળ ખેતી કરી છે. હાલમાં તેઓ વેલાવાળી શાકભાજીની માંડવા પદ્ધતિથી વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે છે. જેમાં માંડવા બાંધવા માટે ટેકા અને તાર માટે એક વાર ખર્ચ કરવો પડે છે. જે લગભગ 5 વર્ષ સુધી તો ચાલે જ છે. જેમાં ટામેટી, દુધી, કાકડી, કંકોડા સહિતની વેલાવાળી શાકભાજી થાય છે. જોકે, ગત વર્ષે 15 વીઘા જમીનમાં શાકભાજી કરી હતી. જેમાંથી 15 લાખની શાકભાજીનું વેચાણ કર્યું હતું. પ્રથમ વખત માંડવો અને અન્ય ખર્ચ કાઢતા ખેડૂતને 7થી 8 લાખનો નફો થયો હતો. આ વર્ષે નફાનું પ્રમાણ વધુ રહેશે. કારણ કે, આ વર્ષે માંડવાનો ખર્ચ નહીં થાય. પદ્ધતિસરની ખેતી કરવામાં પાણીનો બચાવ આ સંપૂર્ણ ખેતી તેઓ ડ્રીપ ઈરીગેશન અને મલ્ચિંગ પદ્ધતિથી કરે છે. જેથી પાણીનો વ્યય ન થાય અને છોડને જરૂર મુજબનું પાણી મળી રહે, ત્યારે હાલ તો પોગલુ ગામના પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે.

Next Story