સાબરકાંઠા : જમીનમાંથી અચાનક ધુમાડો નીકળતા નનાનપુરના ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યાં...

જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

New Update
સાબરકાંઠા : જમીનમાંથી અચાનક ધુમાડો નીકળતા નનાનપુરના ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યાં...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

Advertisment

રાજ્યમાં અવનવી ઘટનાઓ ઘટતી રહે છે. ક્યારેક અવકાશમાં એક સાથે લાઇનમાં લાઇટ જોવા મળે છે. તો સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠામાં પણ વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ નીકળતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની અજીબ ઘરના સામે આવી છે. બનાવના પગલે ગ્રામજનો સહિત ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ફાયર બ્રિગેડના એક જવાન પણ હાથે દાઝયા હતા. જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ નીકળતો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે લોકોમાં ભયના માહોલ સાથે જીવ તાળવે ચોંટાડી દીધા છે. તો બીજી તરફ જમીનમાંથી વરાળ સાથે ગેસ નીકળવાની ઘટનાને લઈને લોકોમાં આ જ્વાળામુખી હોવાનો ભય પ્રસર્યો હતો. આ બનાવને લઈને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. જોકે, આ ઘટના પાછળનું નક્કર કારણ હજુ સામે નથી આવ્યું, ત્યારે આ ઘટનાને લઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, પ્રાંતિજ આસપાસ ફેક્ટરી વિસ્તાર છે. આ વિસ્તારમાં કેમિકલવાળું પાણી જમીનમાં ઉતર્યું હોય, જેને પરિણામે જમીનમાંથી ગેસ બહાર આવી રહ્યો છે.

Advertisment
Read the Next Article

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને PM મોદી આવતીકાલે આપશે લીલી ઝંડી

વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે

New Update
Ahmedabad-Mumbai-New-Vande-Bharat-Express-Train-Timings

સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ 27 મે, 2025 થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 06 દિવસ ચાલશે અને ગુરુવારે ચાલશે નહીં. ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી થી 05.25 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.25 કલાકે વેરાવળ પહોંચશે. તેવી જ રીતે, પરત મુસાફરીમાં, ટ્રેન નં. 26902 વેરાવળ- સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ વેરાવળથી 14.40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 21.35 કલાકે સાબરમતી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં 8 કોચ છે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે.

Advertisment

અમદાવાદ (સાબરમતી) અને સોમનાથ (વેરાવળ) વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જેનાથી પવિત્ર સોમનાથ મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરી મળશે. આ ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વધુ આરામ અને બહેતર મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરશે.

Advertisment