સાબરકાંઠા : જમીનમાંથી અચાનક ધુમાડો નીકળતા નનાનપુરના ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યાં...

જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

સાબરકાંઠા : જમીનમાંથી અચાનક ધુમાડો નીકળતા નનાનપુરના ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યાં...
New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવતા ગ્રામજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

રાજ્યમાં અવનવી ઘટનાઓ ઘટતી રહે છે. ક્યારેક અવકાશમાં એક સાથે લાઇનમાં લાઇટ જોવા મળે છે. તો સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે, ત્યારે સાબરકાંઠામાં પણ વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ નીકળતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની અજીબ ઘરના સામે આવી છે. બનાવના પગલે ગ્રામજનો સહિત ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં ફાયર બ્રિગેડના એક જવાન પણ હાથે દાઝયા હતા. જમીનમાંથી અચાનક વરાળ સાથે ગેસ નીકળતો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે લોકોમાં ભયના માહોલ સાથે જીવ તાળવે ચોંટાડી દીધા છે. તો બીજી તરફ જમીનમાંથી વરાળ સાથે ગેસ નીકળવાની ઘટનાને લઈને લોકોમાં આ જ્વાળામુખી હોવાનો ભય પ્રસર્યો હતો. આ બનાવને લઈને વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું. જોકે, આ ઘટના પાછળનું નક્કર કારણ હજુ સામે નથી આવ્યું, ત્યારે આ ઘટનાને લઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, પ્રાંતિજ આસપાસ ફેક્ટરી વિસ્તાર છે. આ વિસ્તારમાં કેમિકલવાળું પાણી જમીનમાં ઉતર્યું હોય, જેને પરિણામે જમીનમાંથી ગેસ બહાર આવી રહ્યો છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Sabarkantha #smoke #Scared #ground #coming #Nananpur Villagers
Here are a few more articles:
Read the Next Article