સાબરકાંઠા : કાશ્મીરી લાલ ગુલાબની સફળ ખેતી કરતાં પ્રાંતિજના ખેડૂત, અન્ય ખેડૂતોને પણ આપી પ્રેરણા...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ખેડૂતે કાશ્મીરી લાલ ગુલાબની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે.

સાબરકાંઠા : કાશ્મીરી લાલ ગુલાબની સફળ ખેતી કરતાં પ્રાંતિજના ખેડૂત, અન્ય ખેડૂતોને પણ આપી પ્રેરણા...
New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ખેડૂતે કાશ્મીરી લાલ ગુલાબની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે.

સાબરકાંઠા જિલ્લામાં ફૂલોની ખેતી કરતાં ખેડૂતોને છેલ્લા 5 વર્ષથી સારો ભાવ ન મળતા અહીના ખેડૂતો ફૂલોની ખેતીને લઈને ઘણા નાસીપાસ થયા છે, ત્યારે હવે ખેડૂતો કેળા, પપૈયા અને બટાકા સહિતની અન્ય શાકભાજીની ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાંતિજ ખાતે રહેતા ખેડૂત રાજેશ પટેલ દ્વારા આ વર્ષે માત્ર અડધા વીઘા જમીનમાં લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જોકે, દર વર્ષે બજારમાં ફુલોના ભાવ સારા હોય છે, અને ગુલાબની ખેતી માટે કોઇ મોટો ખર્ચ પણ હોતો નથી. ગુલાબની કલમ ભાડા સાથે માત્ર 33 રૂપિયામાં જ પડે છે. ઉપરાંત ગુલાબની ખેતીમાં પાણી અને ખાતર સહિત અન્ય ખર્ચ પણ વધુ થતો નથી. આ સાથે જ ટપક પદ્ધતિથી ગુલાબની ખેતી કરવામાં આવે, તો પાણીની પણ ઘણી બચત થાય છે. જોકે, હવે ગુલાબની ખેતીમાં રૂ. 200થી 300 સુધીનો ભાવ મળી રહે છે. જેથી ખેડૂત રાજેશ પટેલ અન્ય ખેડૂતોને પણ લાલ કાશ્મીરી ગુલાબની ખેતી કરવા પ્રેરણા આપી રહ્યા છે.

#Sabarkantha #BeyondJustNews #Connect Gujarat #Roses #cultivation #Kashmiri red roses #Gujarat #farmers
Here are a few more articles:
Read the Next Article