સાબરકાંઠા: ભારે વરસાદના પગલે હાથમતી નદીના જળસ્તર વધ્યા, ડીપબ્રિજ અવર જવર માટે બંધ કરાયો

ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા

New Update
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ
નદી નાળા છલકાયા
હાથમતી નદીમાં નવા નીરની આવક
ડીપ બ્રિજ અવર જવર માટે બંધ કરાયો
ચાર ભેંસ પણ નદીના પાણીમાં ફસાય

સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જેને લઈને નદી-નાળા છલકાઈ ગયા હતા અને નદીઓમાં નવા નીર આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં  ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં  પાણી આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા હતા.

હિંમતનગરના હાથમતી નદી પર મહેતાપુરા પાસે ઉપરાંત ભોલેશ્વરના ઓવરબ્રિજ પર શહેરીજનો બાળકો સાથે પાણી જોવા આવી પહોંચ્યા હતા.હિંમતનગરના ન્યાય મંદિરથી મહેતાપુરા તરફના ડીપ બ્રિજ ઉપર દોઢ ફૂટ પાણી વહેતા ડીપ બ્રીજ અવર જવા માટે બંધ કરવામાં આવ્યો હતો.

કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને ડીપ બ્રિજની બંને તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ નવા બની રહેલ રેલવે ઓવરબ્રિજના પિયર વચ્ચે પાણીનો પ્રવાહ વધતા ચાર ભેંસો ફસાઈ ગઈ હતી. જેને લઈને હિંમતનગર ફાયર બ્રિગેડને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

#Connect Gujarat #હિંમતનગર #સાબરકાંઠાસમાચાર #હાથમતી નદી #Hatnmati River #Sabarkantha Rainfall
Here are a few more articles:
Read the Next Article