સાબરકાંઠા : પ્રાંતિજના મજરા ખાતે પરંપરાગત હોલિકા ઉત્સવ ઉજવાયો,અંગારા પર ખુલ્લા પગે ચાલીને શ્રદ્ધાળુઓએ કર્યું ભૈરવનાથનું  પૂજન

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પણ વધારે પ્રાચીન પરંપરા મુજબ ધરે ધરે જઇ લાંકડા છાણાં ઉઘરાવી હોળીની રાત્રે બે

New Update

હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા  

Advertisment

ધગધગતા અંગારા ઉપર ખુલ્લા પગે શ્રધ્ધાળુઓ ચાલે છે

ભગવાન ભૈરવનાથની પરમ કૃપાથી કોઇ દાઝતુ નથી

સાંસદ શોભના બારૈયાએ પણ દર્શન કરી ધન્યતા અનુભવી

હોલિકા ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે છેલ્લા 500 વર્ષથી પણ વધારે પ્રાચીન પરંપરા મુજબ ધરે ધરે જઇ લાંકડા છાણાં ઉઘરાવી હોળીની રાત્રે બે અલગ - અલગ હોળી પ્રગટાવવામાં આવે છે,અને વર્ષોથી ચાલી આવતી પરંપરા યંત્ર યુગમાં આજે પણ યથાવત છે.અને શ્રદ્ધાળુઓ ભૈરવનાથને પ્રાર્થના કરીને ખુલ્લા પગલે ધગધગતા અંગારા પર ચાલીને પોતાની માનતા પૂરી કરે છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ગામમાં ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે.જેમાં એક હોળીમાં લાકડા મુકવામાં આવે છેઅને બીજી હોળી છાણામાં મુકવામાં આવે છે. અને લાકડાના અંગારા પડ્યા હોય તેના પરથી બાળકોથી માંડીને યુવાનો વૃદ્ધો સળગતા અંગારા પરથી ખુલ્લા પગે ચાલે છે.છતાં હજુ સુધી કોઈ પણ દાઝયા હોય તેવો કોઇ બનાવ બન્યો નથી,ત્યારે દાદા ભૈરવનાથના દર્શન તથા મજરાની હોલિકા દહન જોવા માટે શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા ,અમદાવાદ,મોડાસા,ગાંધીનગર સહિતના  જિલ્લામાંથી ઉમટી પડે છે.અને પોતાની રાખેલ માનતા બાધા પુર્ણ કરે છે.

Advertisment

વર્ષોથી અહીં અંગારામાં ચાલવાની પરંપરા પ્રચલિત થઇ છે,તેને ગામજનો ભૈરવનાથની કુપામાને છે અને હોળીના દિવસે જો કોઈ કુટુંબમાં પુત્ર હોય તો બાળકને પહેલી હોળીના દર્શન કરાવે છે અને નવા પરણેલા દંપતિ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરે છે.ત્યારે ખેડૂતો અગ્નિ ની જયોતિમાં પૂળા લઇને પ્રગટાવી તેને ઘાસ પોતાના ધરે પશુઓને ખવડાવે છે.આ અવસરે મજર ખાતે દુર દુરથી લોકો આવીને દાદા ભૈરવના દર્શન કરી હોળીના દર્શન કરી ધાણી,ખજૂરશ્રીફળ,શેરડી,કેરી,ચઢાવીને પૂજા કરી ધન્યતા અનુભવે છે.આ પ્રસંગે ગામના દીકરી અને સાબરકાંઠા-અરવલ્લી સાંસદ શોભના મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પોતાના પુત્ર મથન બારૈયા સાથે દાદા ભૈરવનાથ અને  હોળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment
Latest Stories