Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: અંડર ૨૦ એથલેટિક ચેમ્પિયનશિપમાં આદિવાસી વિસ્તારની દીકરીએ મેળવ્યો સિલ્વર મેડલ

કર્ણાટકમાં ૨૧મા નેશનલ ફેડરેશન કપમાં અંડર ૨૦ એથલેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના સાબરકાંઠાના આદિવાસી વિસ્તારની નિર્મા ભગોરાએ લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતતા સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

X

સાબરકાંઠાના વિજયનગરના ભાખરા ગામની નિર્માં ભગોરાએ કર્ણાટકના ચેન્નઈ ખાતે યોજાયેલી ૨૧મી નેશનલ ફેડરેશન કપમાં અંડર ૨૦ ચેમ્પિયનશિપ અંતર્ગત ૫.૮૮ મીટરનો લાંબી કુદમાં સિલ્વર મેડલ જીતી સાબરકાંઠા સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.સાબરકાંઠાની આ દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ હાંસલ કરી આગામી સમયમાં ઓલમ્પિકમાં પણ શ્રેષ્ઠ પરિણામ આપવાની સાથોસાથ ગોલ્ડ મેડલ થકી ગુજરાત અને ભારતનું નામ રોશન કરવાની આશા રાખી રહી છે જોકે ગુજરાત તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં રહેતી આ દીકરી છેલ્લા બે વર્ષથી હિંમતનગર એકેડેમી અંતર્ગત વિશેષ તાલીમ મેળવી રહી છે તેમજ આગામી સમયમાં હજુ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવવાની આશા રાખી રહી છે.

Next Story