Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા:ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબી જતા તેઓના મોત નિપજ્યા હતા

X

સાબરકાંઠા જિલ્લાના ઈડરના ચડાસણા ગામે તળાવમાં નાહવા પડેલા ત્રણમાંથી બે યુવાનો ડૂબી જતા તેઓના મોત નિપજ્યા હતા

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચડાસણા ગામની સીમમાં આવેલા તળાવમાં નાહવા પડેલા ત્રણ યુવકોમાંથી બે પર પ્રાંતિય યુવાનો તળાવના ઉંડા પાણીમાં ડુબી જતાં મોતને ભેટ્યા હતા. જોકે એક પરપ્રાંતિય યુવાનનો આબાદ બચાવ થયો હતોઆ અંગે વિગત એવી છે કે ઈડર તાલુકાના ચડાસણા ગામની સીમમાં તળાવમાં ચોમાસાની સીઝનમાં વરસાદના કારણે તળાવ પાણીથી છલોછલ ભરાયેલું હતું. ત્યારે મંગળવારે નજીક આવેલી એન્જલ ગ્રેનાઈટ કંપનીમાં નોકરી કરતા રાજસ્થાનના ત્રણ પરપ્રાંતિય યુવાનો તળાવમાં નાહવા પડ્યા હતા. પાણી ઉંડુ હોવાથી બે રાજસ્થાનના અનિલ મહેન્દ્રરામ નાઈક ઉવ.23 અને શંકર હરદીનરામ જાટ ઉવ.25 પરપ્રાંતિય યુવાનો તળાવના ઉંડા પાણીમાં ડુબવા લાગ્યા હતા. જોકે અન્ય એક યુવાને બહાર નીકળી બુમાબુમ કરતા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ ઈડર ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો દ્વારા બે કલાકની જહેમત બાદ તળાવમાં ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. તો આ અંગે જાદર પોલીસે બંને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ઇડર સિવિલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story