સાબરકાંઠાના હિંમતનગરના ઉમિયા માતાજી મંદિરે અયોધ્યા રામ મંદિરથી અક્ષત કળશના પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
આગામી 22 મી જાન્યુઆરી 2024 માં અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થનાર છે. ત્યારે સમગ્ર ભારતમાં વસતા પ્રત્યેક હિન્દુના ઘર સુધી અક્ષત પહોંચાડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અયોધ્યા ખાતે અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ અક્ષત કળશને લઈને અયોધ્યાથી ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી મુકેશભાઈ ગોર અને કમલેશભાઈ સુતરીયા અને સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી રસિકભાઈ કંજારીયા સહિત કાર્યકરો હિંમતનગરના ઉમિયા માતાજી મંદિરે આવી પોહચ્યા હતા. ત્યારે શહેરના ધર્મપ્રેમી લોકોએ વિવિધ સંગઠનોએ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અક્ષત કળશનું સ્વાગત કરી અને પૂજન કર્યું હતું. અક્ષત કળશના પૂજનનો લાભ ધર્મપ્રેમી, માતાઓ બહેનો ભાઈઓ સહિત એક વૃદ્ધ ભિક્ષુક બહેને પણ માથા પર અક્ષત કળશ મૂકી ધન્યતાનો અનુભવ મેળવ્યો હતો.