સાબરકાંઠા: અસ્થિર મગજની મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી,સામૂહિક દુષ્કર્મની આશંકા

સાબરકાંઠાના ઇડરમાં અસ્થિર મગજની મહિલા ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી જેમાં મહિલા સાથે દુષ્કર્મની આશંકા સેવાતા ચકચાર મચી જવા પામી છે

New Update

સાબરકાંઠાના ઇડરમાં જલારામ મંદિર સામે ખુલ્લા પ્લોટમાં એક અસ્થિર મગજની મહીલા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ઇડર સારવાર અર્થે ખસેડાઈ હતી. સારવાર આપનાર તબીબે અસ્થિર મહિલાના મોઢાના અને ગુપ્તભાગે ઈજાઓ પહોંચી હોવાનું જણાવતા મહિલા સાથે દુષ્કર્મ કે સામુહિક દુષ્કર્મની આશંકા પ્રબળ બની છે. હાલ તો ઇડર પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહિલાને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા તજવીજ હાથધરી હતી. ઈડરના જલારામ મંદિર નજીક ઈજાગ્રસ્ત હાલતમાં અસ્થિર મહિલા મળી આવતા પોલીસ દોડતી થઇ છે અને બળાત્કાર સહિતના તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે

Latest Stories