Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: હિંમતનગરમાં નવજીવન ગેસ્ટ હાઉસમાંથી વિધર્મી યુવક સાથે યુવતી ઝડપાતાં હોબાળો

સાબરકાંઠાના હિંમતનગરમાં નવજીવન ગેસ્ટ હાઉસમાંથી વિધર્મી યુવક સાથે યુવતી ઝડપાતાં હોબાળો મચી ગયો હતો.

X

સાબરકાંઠાના હિંમતનગરમાં નવજીવન ગેસ્ટ હાઉસમાંથી વિધર્મી યુવક સાથે યુવતી ઝડપાતાં હોબાળો મચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર શહેરના મોતીપુરા સ્થિત નવજીવન ગેસ્ટ હાઉસમાંથી સોમવારે સવારે હિન્દુ સંગઠનોએ વિધર્મી યુવક સાથે યુવતીને ઝડપી પાડતાં ભારે હોબાળો મચ્યો હતો અને સ્થિતિને જોઈ દોડી આવેલ પોલીસે યુવક યુવતીનો કબજો લઈ પોલીસ સ્ટેશન મોકલી દીધા હતા સવારે હિંમતનગર શહેરની નવજીવન ગેસ્ટ હાઉસમાં વિધર્મી યુવક હિન્દુ યુવતી યુવતીને લઈ ગયો હોવાની માહિતી મળતાં હિન્દુ સંગઠનો દોડી આવ્યા હતા અને રૂમમાંથી બંનેને બહાર કાઢતાં ભારે હોબાળો મચી ગયો હતો. સમગ્ર ઘટના વાયુ વેગે પ્રસરી જતાં સેંકડોની સંખ્યામાં લોકોના ટોળા હતા અને સ્થિતિ વણસે તે અગાઉ પોલીસને જાણ કરતાં દોડી આવેલ પોલીસે બંનેની કસ્ટડી મેળવી લઈ સુરક્ષિત એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દીધા હતા અને યુવતીના પરિવારજનોને પણ જાણ કરી હતી.

Next Story