સાબરકાંઠા: તલોદમાં સાધુના વેશમાં આવેલા શખ્સોને લોકોએ માર માર્યો હોવાના વિડીયો વાઇરલ

સાબરકાઠાના તલોદ તાલુકાના લાલીનામઢ ગામે પાંચથી વધુ શખ્શો નકલી સાધુના વેશમાં ગામમાં ઘૂસી આવ્યા હતા

New Update
સાબરકાંઠા: તલોદમાં સાધુના વેશમાં આવેલા શખ્સોને લોકોએ માર માર્યો હોવાના વિડીયો વાઇરલ

સાબરકાંઠા જિલ્લાના તલોદના લાલીનામઢ પાસે સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી હોવાના આક્ષેપ સાથે ગ્રામલોકોએ નકલી સાધુઓને મેથીપાક ચખાડ્યો હતો

સાબરકાઠાના તલોદ તાલુકાના લાલીનામઢ ગામે પાંચથી વધુ શખ્શો નકલી સાધુના વેશમાં ગામમાં ઘૂસી આવ્યા હતા અને જેમણે એક મહિલાને બેભાન કરી હોવાનો પણ આક્ષેપ છે જે સમગ્ર મામલે ગ્રામલોકોને જાણ થતાં તે નકલી સાધુઓને માર મારી ત્યાંથી ભગાડવામાં આવ્યા હતાં. જેઓ રિક્ષા લઈને આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે તેમજ ધતિંગ કરી પૈસા પડાવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. કથિત સાધુઓને માર મારવામાં આવતો હોવાના વિડીયો હાલ વાઇરલ થયા છે 

Latest Stories