Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : સાબરમતી નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, લોકોને સલામત સ્થળે ખસવા સૂચન...

ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમ છલકાયો, ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણીનો જથ્થો છોડાયો.

X

સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાબરમતી નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં 4600 ક્યુસેક પાણીનો જથ્થો છોડાયો છે. જે બાદ વડાલી, ઈડર, હિંમતનગરના ગામોને એલર્ટ કરાયા છે, ત્યાં જ પ્રાંતિજ તાલુકાના ગામોને પણ એલર્ટ કરાયા છે.

ચાલું વર્ષે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. ઉપરવાસમાં સારા વરસાદના પરિણામે ડેમની જળસપાટી 619 ફૂટે પહોંચી છે. ડેમમા 13,611 ક્યુસેક પાણીની આવક સામે 4,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે.

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ ડેમમાં 13,611 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ રહી છે, જ્યારે ડેમની હાલની જળ સપાટી 619 ફૂટ પર પહોંચતા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધરોઈ ડેમમાં ગેટ નંબર 6ને 3.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેમાંથી હાલ 4,500 કયુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. સિંચાઈ ખેતી તેમજ પિવા માટે ઉપયોગમાં આવતું ધરોઈ ડેમનું પાણી ખેડૂતો અને પ્રજાજનો માટે ખુશીના સમાચાર સમાન છે.

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાતા સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સાણંદ સહિતના જિલ્લાઓને એલર્ટ કરાયા છે, જ્યારે કોઈપણ પ્રકારની અવગણતા ન ઉભી થાય તેમજ કોઇ ઘટના ન ઘટે તે માટે પોલીસ તંત્ર તેમજ ધરોઇ ડેમનું વહીવટી તંત્ર ખડેપગે જોવા મળ્યું હતું.

જો આવનાર સમયમાં ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાશે તો સાબરમતી નદીમાં વઘુ પાણી છોડવાની શક્યતાઓ રહેલી છે.

Next Story