Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પડતર પ્રશ્ને ચોક્કસ નિવેડો નહીં આવે તો અ’ચોક્કસ મુદ્દતે હડતાળ પર ઉતરીશું : જેટકો કર્મચારી...

જેટકોના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા કર્મચારીઓ આંદોલનના માર્ગે આવ્યા છે.

X

જેટકોના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા કર્મચારીઓ આંદોલનના માર્ગે આવ્યા છે. હિંમતનગર સર્કલમાં આવતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 86 ઇજનેરોઈ માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. તો આગામી સમયમાં કર્મચારીઓઈ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

સમગ્ર ગુજરાતના જેટકો વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઇ અનેક વાર રજૂઆત કરી ચુક્યા છે. પરંતુ કોઈ નિવેડો આવતો નથી, ત્યારે ગતરોજ જેટકોના કર્મચારીઓનું ડેલીગેશન સરકાર સાથે વાતાઘાટો કરવા પહોંચ્યું હતું. પરંતુ ત્યાં પણ યોગ્ય નિકાલ ન આવતા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જોકે, ફરી એકવાર સરકાર સાથે બેઠક યોજાશે, જેમાં નિરાકરણ નહીં આવે તો આવતી કાલથી કર્મચારીઓએ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. કર્મચારીઓની 4 માંગો છે કે, છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રમોશન અપાયેલ ઓર્ડર રદ્દ કરવા, સર્કલ ઝોન ડિવિઝનના નવા યુનિટની મંજૂરી, કર્મચારીઓ માટે ઇન્સેન્ટીવ સ્કીમમાં ફેરબદલ સહિતની માંગો સાથે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં ઈજનેર કક્ષાના કર્મચારીઓ માસ સીએલ પર છે, ત્યારે આવતી કાલ સુધી નિવેડો નહીં આવે તો તમામ વર્ગના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. એટલું જ નહિ, અચોક્કસ મુદ્દત સુધી માસ સીએલ પર રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story