સાબરકાંઠા : ટિફિન આપવા જતાં બાઇક સવાર માતા-પુત્રને ટ્રેક્ટરે અડફેટે લેતા મોત, ગામ શોકમાં ગરકાવ...

બાઇક સવાર માતા અને પુત્રને ટ્રેકટરે ટક્કર મારતા બન્નેના કરૂણ મોત નિપજ્યાં

New Update
સાબરકાંઠા : ટિફિન આપવા જતાં બાઇક સવાર માતા-પુત્રને ટ્રેક્ટરે અડફેટે લેતા મોત, ગામ શોકમાં ગરકાવ...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાધપુર-સૂર્યકુંડ મંદિર રોડ ઉપર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક પર સવાર માતા-પુત્રનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના વાધપુર-સૂર્યકુંડ મંદિર રોડ ઉપર રવિવારે બપોરના સમયે વાધપુર ખાતે રહેતા જીતાબા પરબતસિંહ રાઠોડ તથા તેમનો મોટો પુત્ર ધમેન્દ્રસિંહ પરબતસિંહ રાઠોડ બન્ને બાઇક ઉપર ખેતરમાં રહેતા દિકરા માટે ટીફીન લઈને જતા હતા..

ત્યારે વાધપુરથી સૂર્યકુંડ મંદિર રોડ ઉપર સામેથી રેતી ભરીને ટ્રેક્ટર ચાલક પૂરઝડપે હંકારી લાવીને સામેથી આવતા બાઇક સવાર માતા અને પુત્રને ટક્કર મારતા બન્ને રોડ પર પટકાયા હતા. તો રેતી ભરેલ ટ્રેક્ટરનું આગળનું ટાયર ફરી વળતાં બાઇક ચાલક ધમેન્દ્રસિંહ રાઠોડનું ધટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, તો બાઇક પાછળ બેઠેલ માતા જીતાબાને પણ શરીરે જીવલેણ ઈજાઓ પહોચતા તેઓને 108 મારફતે પ્રાંતિજ અને ત્યાંથી હિંમતનગર અને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જતા હતા. તે દરમ્યાન જીતાબા રાઠોડનું પણ સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, અકસ્માત સર્જી ફરાર થયેલ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories