સાબરકાંઠા : તલોદના આરોગ્ય કર્મીઓને હેરાન-પરેશાન કરાતાં હોવાના આક્ષેપ સાથે તંત્રને રજૂઆત...

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સાબરકાંઠા : તલોદના આરોગ્ય કર્મીઓને હેરાન-પરેશાન કરાતાં હોવાના આક્ષેપ સાથે તંત્રને રજૂઆત...
New Update

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના આરોગ્યના કર્મચારીઓને તાલુકા હેલ્થ અધિકારી દ્વારા હેરાન પરેશાન કરાતા હોવાના આક્ષેપ સાથે લઈને જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી જિલ્લા પંચાયતમાં સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે, તલોદ તાલુકાના આરોગ્યના કર્મચારીઓ તાલુકા હેલ્થ અધિકારી દ્વારા હેરાન પરેશાન લરતા હોવાના આક્ષેપ સાથે લઈને સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જોકે તલોદના આરોગ્ય કર્મચારીઓને પ્રશ્ને લઇને 65 જેટલા આરોગ્ય કર્મચારીઓ આજનો દિવસ રજા ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે આગામી 10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો રેલી અને ધરણા કરવામાં આવશે ચીમકી ઉચ્ચરવામાં આવી હતી.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Sabarkantha #allegation #harassing #health workers
Here are a few more articles:
Read the Next Article